https://youtu.be/246FkDBx710
Face Of Nation 17-06-2022 : કેન્દ્રની અગ્નિપથ યોજના સામે બિહારમાં ત્રીજા દિવસે પણ હિંસક વિરોધ ચાલી રહ્યો છે. પટના સહિત 22 જિલ્લામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓએ સમસ્તીપુરમાં બે પેસેન્જર ટ્રેન, લખીસરાઈમાં બે, આરા અને સુપૌલમાં એક-એક ટ્રેનને આગ ચાંપી હતી. જ્યારે, બક્સર અને નાલંદા સહિત અનેક જિલ્લાઓમાં રેલવે ટ્રેક પર આગચંપી કરવામાં આવી છે. આગચંપી બાદ આરામાં રસ્તા પર ટ્રાફિકજામ કરવામાં આવ્યો હતો. બેતિયામાં ડેપ્યુટી સીએમ રેણુ દેવીના સરકારી આવાસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
બિહારમાં 13 જિલ્લામાં હિંસક પ્રદર્શન, 2 ટ્રેન સળગાવાઈ
કેન્દ્રની અગ્નિપથ યોજના સામે બિહારમાં ત્રીજા દિવસે પણ હિંસક વિરોધ જારી રહ્યો છે. 13 જિલ્લામાં ઉગ્ર હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓએ સમસ્તીપુર અને લખીસરાયમાં પેસેન્જર ટ્રેનને આગ ચાંપી હતી. જ્યારે બક્સર અને નાલંદામાં રેલવેટ્રેક પર આગ ચાંપવામાં આવી છે. આગચંપી બાદ અરાહમાં રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો છે.
પ્રદર્શનકારીઓ સવારે 6 વાગ્યાથી ટ્રેક પર ઊભા
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વૈશાલીના હાજીપુર રેલવે સ્ટેશન પર તોડફોડ કરી હતી. સમસ્તીપુરમાં પ્રદર્શનકારીએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ ચાંપી હતી. આગ લાગવાની ઘટનામાં ટ્રેનના બે કોચ નષ્ટ થઈ ગઈ હતા. હાજીપુર-બરૌની રેલવેલાઇનના મોહિઉદ્દીનનગર સ્ટેશન પર પણ આગચંપી થઈ છે. પ્રદર્શનકારીઓ સવારે 6 વાગ્યાથી ટ્રેક પર ઊભા હતા. રેલવેએ દરેક જગ્યાએ ટ્રેનો રોકી દીધી છે. ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.
રાજનાથની અપીલ – યુવાનો ભરતીની તૈયારી કરે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને હોબાળો ન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું- બે વર્ષથી સેનામાં ભરતીની તક મળી નહતી. જેના કારણે ભરતી પ્રક્રિયા અટકી પડી છે. આ વિચારીને સરકારે હાલમાં જ અગ્નિવીરોની ભરતી કરવા માટે વય મર્યાદામાં બે વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. રાજનાથ સિંહે યુવાનોને અપીલ કરતા કહ્યું હતુ કે વિરોધ ન કરો અને ભરતીની તૈયારી કરો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).