Face Of Nation 17-06-2022 : બિહારના મુઝફ્ફરપુરમાં શિક્ષકે વિદ્યાર્થિની પર રેપ કર્યો છે. સ્કૂટી શીખવવાના બહાને આરોપી શિક્ષક સગીરાને ઘરથી 10 કિલોમીટર દૂર ઉજ્જડ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેણે વિદ્યાર્થિની પર દુષ્કર્મ કર્યું હતું. પછી તેણે છોકરીને ડરાવી-ધમકાવીને ઘરની પાસે છોડી દીધી હતી. આરોપી શિક્ષક સરકારી સ્કૂલમાં ટીચર છે. પીડિતા પણ એ જ સ્કૂલમાં ભણે છે, બંનેનું ઘર પણ જોડેજોડે છે. તો બીજીતરફ મામલો જિલ્લાના સકરા ક્ષેત્રનો છે. એને લઈને પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બીજી તરફ, છોકરીની તબિયત સારી નથી. મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ આ અંગે કાર્યવાહી કરી રહી છે.
સ્કૂટી શીખવવાના બહાને ઘરથી 10 KM દૂર લઈ ગયો
ઘટના વિશે પીડિતાની માતાએ જણાવ્યું, આરોપીનું ઘર પણ નજીક જ છે. મારાં બાળકો તેને ભાઈ કહીને બોલાવે છે. સોમવારે લગભગ 8 વાગ્યે જમ્યા પછી આરોપીએ ધો.8ની વિદ્યાર્થિનીને સ્કૂટી શિખવાડવાની વાત કહી અને પોતાના ઘરેથી 10 કિમી દૂર લઈ ગયો. ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું. પછીથી તે છોકરીને ડરાવીધમકાવીને ઘરની નજીક છોડી ગયો.
હાલ છોકરીની તબિયત સારી નથી
ઘરે આવ્યા પછી પીડિતાએ પોતાના ઘરના સભ્યોને તમામ વાત કહી હતી. એ પછી આ ઘટનાની ફરિયાદ કરવામાં આવી છે. હાલ છોકરીની તબિયત સારી નથી. મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ કેસની કાર્યવાહીમાં લાગી ગઈ છે.
પીડિત પરિવારને મળી રહી હતી ધમકી
મહિલા પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી અરજીમાં માતાએ પોલીસને જણાવ્યું છે કે આરોપી શિક્ષક સંજીવ રૌશન ઉર્ફે સન્ની તેની છોકરીને સ્કૂલમાં ભણાવે છે. હવે આરોપી પીડિત પરિવારને ધમકી આપી રહ્યો છે. આરોપીએ ધમકી આપી છે કે જો તે ફરિયાદ કરશે એનાં માઠાં પરિણામો ભોગવવાં પડશે. તેમ છતાં પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તેના ઘરે રેડ કરી તો તે ભાગી ગયો હતો.
માતાએ કહ્યું- સમાજના ડરથી નહોતી કરી રહી ફરિયાદ
મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ પીડિતાનો નજીકની હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવશે અને કોર્ટમાં કલમ 164 મુજબ નિવેદન લેશે. પીડિતાની માતાએ પોલીસને જણાવ્યું હતું કે તે પહેલા સમાજની બીકથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતી નહોતી. જોકે હવે આ બાબતની જાણ આજુબાજુ થઈ જતાં લોકોને તેમણે પણ પીડિતાની માતાને આ અંગે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવા કહ્યું હતું. તે પછીથી આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).