Face Of Nation 17-06-2022 : વડોદરા શહેર નજીક સિંધરોટ ગામ પાસે મહી નદીથી વડોદરા સુધીની 150 MLD પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું. MGVCLની કેબલની કામગીરી દરમિયાન ભંગાણ થતાં રોડ ઉપર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. નોંધનીય છે કે, રૂ. 176 કરોડના આ સિંધરોટ પાણી પ્રોજેક્ટનું 18મી જૂને પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરવાના છે. જો કે, તંત્ર દ્વારા આખી રાત કામગીરી કરી લાઇન રીપેર કરાઈ હતી. પરંતુ રોડ પરનું પાણી સવાર સુધી એમનું એમ જ હતું.
વડોદરા મ્યુનિ. શરમજનક સ્થિતિમાં મૂકાઈ
વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, રૂ. 176 કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા આવતી પાણીની 200 MM લાઇનના એરવાલની લાઇનમાં MGVCL દ્વારા કેબલ નાખવા માટે ડ્રિલીંગની કામગીરી ચાલુ હતી. આ દરમિયાન ભંગાણને પગલે આખા રોડ પણ રાત્રે પાણી-પાણી થઈ ગયું હતું. મોડી રાત્રે જ રીપેર કરી લાઇન પૂર્વવત કરી દેવાઈ છે. આ પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે 18મી જૂને લોકાર્પણ થવાનું છે.
સંકલન ન હોવાના કારણે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું
ઉલ્લેખનીય બાબત એ છે કે, જ્યારે પ્રધાનમંત્રી સિંધરોટ પાણી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરનાર હોય, ત્યારે એમ.જી.વી.સી.એલ. દ્વારા જ્યારે કેબલની કામગીરી ચાલતી હતી. ત્યારે કોર્પોરેશનના ઇજનેરો જો હાજર હોત તો કદાચ આ સ્થિતી સર્જાય ન હોત. પરંતુ સંકલન ન હોવાના કારણે સિંધરોટ પ્રોજેક્ટનું પ્રધાન લોકાર્પણ કરે તે પહેલાં 200 MM પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).