Home Politics કર’નાટક’ની ગૂંચવણ યથાવત:સિદ્ધારમૈયાએ બહુમત પરીક્ષણ ટાળવાની કરી માંગણી,19 ધારાસભ્યો ગેરહાજર

કર’નાટક’ની ગૂંચવણ યથાવત:સિદ્ધારમૈયાએ બહુમત પરીક્ષણ ટાળવાની કરી માંગણી,19 ધારાસભ્યો ગેરહાજર

Face Of Nation:કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકારનું ભવિષ્ય અંધકારમાં છે. ગુરુવારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ચર્ચા સમયે પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને બહુમત પરીક્ષણ ટાળવાની માગ કરી. આ વચ્ચે બળવાખોર ધારાસભ્યો સહિત 19 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.

સીએમ કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યો હતો. તેઓએ કહ્યું કે, હું સદનમાં તેના પર ચર્ચા કરવા નથી માગતો કે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું છે. અમારા ઉપર નિરાધાર આરોપ લગાવવામાં આવ્યા છે. હું સદનમાં બહુમત સાબિત કરીશ. સ્પીકરની ભૂમિકા ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. વિપક્ષના નેતા આજે જ કેમ ચર્ચા કરવા માટે ઉતાવળ કરી રહ્યા છે. આ સરકારને અસ્થિર કરવા માટે કોણ જવાબદાર છે?વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે કહ્યું કે, આ સદન સુપ્રીમ કોર્ટનું સૌથી વધારે સન્માન કરે છે. હું કોંગ્રેસના નેતાઓને સાફ કરી દેવા માગુ છું કે, આ ઓફિસ તમને તમારા અધિકારોને ઉપયોગ કરતાં રોકી રહી નથી. તેમાં મારી કોઈ ભૂમિકા નથી. જો તમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અધિકારમાં બદલાવ કરવા ઈચ્છો છો તો, તમને તેમ કરવાની છૂટ છે.

વિધાનસભામાં કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો હવાલો આપતાં કહ્યું કે, જ્યાં સુધી અમે સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશ પર સ્પષ્ટિકરણ નથી મળતું, ત્યાં સુધી આ સત્રમાં બહુમત પરીક્ષણ કરવું ઉચિત નહીં રહે. તે સંવિધાન વિરુધ્ધ હશે. જો આપણે વિશ્વાસ પ્રસ્તાવ સાથે આગળ વધીએ છીએ અને વ્હીપ લાગુ થાય છે તો તે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે સદનમાં નહીં આવે. જે ગઠબંધન સરકાર માટે મોટું નુકસાન હશે.ભાજપ નેતા અને પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ સદનમાં વિશ્વાસ મત પર ચર્ચા માટે સમય નક્કી કરવાની માગ કરી. સાથે જે તેઓએ કહ્યું કે, અમે 101 ટકા આશ્વત છીએ કે, તે 100થી ઓછા છે અને અમે 105 છીએ. તેમાં કોઈ શંકા નથી કે, તેમની હાર થશે.