Home News પૂર-ભૂસ્ખલન : મેઘાલયમાં 1940 પછી પ્રથમ વખત આવો વરસાદ, આસામ અને મેઘાલયમાં...

પૂર-ભૂસ્ખલન : મેઘાલયમાં 1940 પછી પ્રથમ વખત આવો વરસાદ, આસામ અને મેઘાલયમાં પૂરથી કુલ 31ના મોત, આસામમાં 19 લાખ લોકો અસરગ્રસ્ત!

Face Of Nation 18-06-2022 : આસામ અને મેઘાલયમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ હાલાકી ભરી સર્જાઈ છે. છેલ્લા બે દિવસમાં પૂર અને ભૂસ્ખલનને કારણે આસામમાં 12 અને મેઘાલયમાં 19 લોકોના મોત થયા છે. આસામના 28 જિલ્લાઓમાં 19 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે લગભગ 1 લાખ લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. રાજ્યના હોજાઈ જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોને લઈ જતી એક બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટના બાદ ત્રણ બાળકો ગુમ થયા છે. 21 લોકોને બચાવી લેવાયા છે.
છેલ્લા 122 વર્ષમાં ત્રીજી વખત આટલો વરસાદ પડ્યો છે
હવામાન વિભાગે કહ્યું કે મેઘાલયના મૌસિનરામ અને ચેરાપુંજીમાં 1940 પછી સૌથી વધુ વરસાદ પડ્યો છે. મૌસીનરામમાં છેલ્લા 24 કલાકમાં 1003.6 મીમી વરસાદ નોંધાયો છે. અગાઉ 16 જૂન 1995માં 1563.3 મીમી, 5 જૂન 1956ના રોજ 973.8 મીમી વરસાદ નોંધાયો હતો. તો બીજીતરફ મેઘાલયના CM કોનરાડ સંગમાએ પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
બોટ ડૂબી, 3 બાળકો ગુમ થયા, 21ને બચાવ્યા
શુક્રવારે સાંજે આસામના હોજાઈ જિલ્લાના રાયકાટામાં પૂરમાં ફસાયેલા 24 લોકોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 બાળકો ગુમ થયા છે, જ્યારે 21 લોકોને બચાવી લેવાયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઇસ્લામપુર વિસ્તારમાંથી આ બોટ પૂર રાહત શિબિર તરફ જઈ રહી હતી. ત્યારે પાણીના ભારે વહેણને કારણે બોટ કોપિલી નદીમાં પલટી ગઈ હતી.
43 હજારથી વધુ ખેતરોનો પાક નાશ પામ્યો
આસામના લગભગ 3,000 ગામો પૂરથી અસરગ્રસ્ત થયા છે. 43 હજારથી વધુ ખેતરોનો પાક નાશ પામ્યો છે. ઘણા વિસ્તારોમાં બ્રહ્મપુત્રા, ગૌરાંગા, કોપિલી, માનસ અને પગલાડિયા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. રાજ્ય સરકાર દ્વારા પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલા લોકો માટે ગુવાહાટી અને સિલચર વચ્ચે ફ્લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).