Home Gujarat દુકાન રિનોવેટ થઈ; તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : જેઠાલાલની ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’...

દુકાન રિનોવેટ થઈ; તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : જેઠાલાલની ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ અંદરથી આખેઆખી બદલાઈ; અસિત મોદીએ દુકાનની બતાવી ઝલક!

Face Of Nation 18-06-2022 : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ સારી રીતે જાણે છે કે ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ જેઠાલાલ ગડાની દુકાન છે. એમાં ‘બાઘા’ કામ કરે છે. બાઘા અને જેઠાલાલની વચ્ચે અવારનવાર મીઠો ઝઘડો જોવા મળતો હોય છે. શોમાં જેઠાલાલને બિઝનેસમેન બતાવાયા છે. સિરિયલમાં ચાલી રહેલા અત્યારના ટ્રેક પ્રમાણે જેઠાલાલની પ્રિય ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ દુકાન રિનોવેટ થઈને ચકાચક થઈ ગઈ છે અને એનું ચંપકલાલ ગડા ઉર્ફે ‘બાપુજી’ના હસ્તે ઉદઘાટન કરાવવામાં આવી રહ્યું છે. ટેલિવિઝનમાં આ એપિસોડ પ્રસારિત થાય એ પહેલાં સોશિયલ મીડિયા પર જેઠાલાલની ગડા ઈલેક્ટ્રોનિક્સની દુકાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે જેઠાલાલની દુકાન એકદમ નવી બની ગઈ છે.
દુકાનની એન્ટ્રીથી લઈ અંદર સુધી બધું બદલાયું
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ શોના ફેન્સને પહેલાંથી દુકાનની ઝલક બતાવી દીધી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ આ વીડિયોમાં શોના નિર્માતાએ મીડિયાને પહેલાંથી દુકાનના દર્શન કરાવી દીધા છે, જેના પછી હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ ગયો છે. દુકાનની એન્ટ્રીથી લઈ અંદર સુધી બધું બદલાઈ ગયું છે.
બાઘાના બેસવાની, જેઠાલાલની સીટ પણ બદલાઈ
વુડન ફ્લોરિંગ, કાચથી ચમકતી દુકાન સિવાય બાઘાના બેસવાની અને જેઠાલાલની સીટ પણ બદલાઈ ગઈ છે. એ સિવાય દુકાન પહેલાં કરતાં મોટી થઈ ગઈ છે. હવે દુકાનમાં ઘણી જગ્યા જોવા મળી રહી છે, જેને લઈ જેઠાલાલ પણ ઘણા ખુશ છે. જેઠાલાલ ફોટોગ્રાફર્સને પોઝ આપી રહ્યા છે. આ દરમિયાન તેમણે પીળા કલરનો શર્ટ અને બ્રાઉન પેન્ટ પહેર્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).