Home Sports જો અને તો : આજે રાહુલનો થશે ફિટનેસ ટેસ્ટ; પાસ થયો તો...

જો અને તો : આજે રાહુલનો થશે ફિટનેસ ટેસ્ટ; પાસ થયો તો ઇંગ્લેન્ડ જશે, ફેલ થયો તો મયંકને મળશે તક, રાહુલના ન જવાથી પંતને બનાવાશે વાઈસ કેપ્ટન!

Face Of Nation 18-06-2022 : આજે લોકેશ રાહુલનો ફિટનેસ ટેસ્ટ થવા જઈ રહ્યો છે. આ ભારતીય ટીમની ફિટનેસનો ટેસ્ટ પણ સાબિત થવા જઈ રહ્યો છે. આના પર જુલાઈના પહેલા સપ્તાહમાં બર્મિંઘમમાં આયોજિત ટેસ્ટમાં ભાગ લેનારી ભારતીય ટીમના ઘણા સમીકરણો પર નિર્ભર કરશે. જો રાહુલ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લેશે તો તે ઇંગ્લેન્ડ જશે અને જો નાપાસ થયો તો મયંકને ઇંગ્લેન્ડની ટિકિટ મળશે. એટલું જ નહીં રાહુલના ન જવાની સ્થિતિમાં રિષભ પંતને વાઈસ કેપ્ટન બનાવાશે.
ટીમ ટેસ્ટ પહેલા અભ્યાસ મેચ રમશે
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે, ઓપનર મયંક ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત લોકેશ રાહુલની જગ્યા લેશે. લોકેશ રાહુલને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને અન્ય લોકો પહેલા જ લંડન પહોંચી ચૂક્યા છે. રોહિતની આગેવાની હેઠળ ટીમ ટેસ્ટ પહેલા અભ્યાસ મેચ રમશે.
શું રાહુલનું રિપ્લેસમેન્ટ જરૂર છે
BCCIએ ટીમ મેનેજમેન્ટને પૂછ્યું છે કે તેને રાહુલના રિપ્લેસમેન્ટની જરૂર છે? અમને 19મી તારીખ સુધી જવાબ મળવો જોઈએ. તેવામાં મયંક બીજી મેચ માટે ઉડાન ભરે એવા અહેવાલો મળી રહ્યા છે. જોકે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
4 મેચમાં 313 રન બનાવી ચૂક્યો છે રાહુલ
લોકેશ રાહુલે આ સિરીઝની શરૂઆતી 4 મેચમાં 39.37ની એવરેજથી 313 રન કર્યા છે. જેમાં એક સદી અને એક ફિફ્ટી સામેલ છે. રાહુલે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં 129 રન કર્યા હતા. આની પહેલાં નોટિંઘમમાં ઓપનિંગ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 84 રન કર્યા હતા. તો બીજીતરફ મયંક અગ્રવાલે છેલ્લી ટેસ્ટ માર્ચમાં શ્રીલંકા વિરૂદ્ધ રમી હતી. તેણે પહેલી ઈનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં 22 રન કર્યા હતા. ઓવરઓલ ટેસ્ટ કરિયરની વાત કરીએ તો મયંક અગ્રવાલે 21 મેચમાં 41.33ની એવરેજથી 1488 રન કર્યા છે.
ભારતની ટેસ્ટ ટીમ : રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, રિષભ પંત, કે.એસ.ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).