Home Uncategorized 2 વર્ષમાં ગુજરાતમાં 133 કસ્ટોડિયલ ડેથ,વિધાનસભામાં રજુ થયા આંકડાઓ

2 વર્ષમાં ગુજરાતમાં 133 કસ્ટોડિયલ ડેથ,વિધાનસભામાં રજુ થયા આંકડાઓ

Face Of Nation:ગુજરાત વિધાનસભા બીજી બેઠકમાં પ્રશ્ન કાળમાં રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના બનાવો અંગેનો પ્રશ્ન વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો હતો. જેમાં પ્રદિપસિંહ જાડેજાએ લેખિતમાં જવાબ આપીને એક પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી હોવાનું અને 3 હેડ કોન્સ્ટેબલને દંડ કરાયો હોવાનું જણાવ્યું હતું.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રશ્ન પૂછ્યો હતો કે, 30 એપ્રિલ 2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના કેટલા બનાવો બન્યા છે. આ ઘટનાઓ બાદ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે શું પગલા લેવામાં આવ્યા.લેખિતમાં ગૃહરાજ્ય મંત્રીએ માહિતી આપી પ્રશ્નના લેખિત ઉત્તરમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 30 એપ્રિલ 2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ 133 કસ્ટોડિયલ ડેથના બનાવો બન્યા છે. જ્યારે આ ઘટનામાં 1 પી.એસ.આઈ, 1 હેડ કોન્સ્ટેબલ અને 1 પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. જ્યારે કસ્ટોડિયલ ડેથને લઈને 3 હેડ કોન્સ્ટેબલને રોકડ દંડની શિક્ષા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.