Face Of Nation 18-06-2022 : પ્રધાનમંત્રી મોદી આજે સવારે તેમની માતા હીરાબાના જન્મદિવસે તેમના આશીર્વાદ લઈને સીધા જ પાવાગઢ રવાના થયા હતા. પાવાગઢમાં સામાન્ય માણસને પગથિયાં ચઢવામાં તકલીફ હોય તોપણ રોપવે મારફત મંદિર પરિસરમાં પહોંચ્યા પછી પણ માતાજીનાં દર્શન કરવા પગથિયાં ચઢીને જવું પડે છે, પરંતુ આજે પ્રધાનમંત્રીની સ્ફૂર્તિ જોવા મળી હતી. તેઓ એક સામાન્ય માણસની જેમ જ પગથિયાં ચઢીને મહાકાલી માતાનાં દર્શન કરવા પહોંચ્યા હતા.
મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કરાવ્યું
હાલમાં વરસાદની સીઝન હોવાથી ધુમ્મસવાળા વાતાવરણ અને વરસાદના અમીછાંટણાં વચ્ચે ફિટ ઇન્ડિયાના પ્રણેતા તરીકે ઓળખાતા પ્રધાનમંત્રી મોદી યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિથી પગથિયાં ચઢીને મહાકાલી માતાના મંદિરે દર્શને પહોંચ્યા હતા. તેમણે માતાજીના પૂજન-અર્ચન કરીને આરતી ઉતારી હતી. ત્યાર બાદ તેમણે ધ્વજાનું પૂજન કરી કાલિકા માતા મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કરાવ્યું હતું.
વરસાદનાં અમીછાંટણાં પણ પડી રહ્યાં હતાં
પ્રધાનમંત્રી પાવાગઢ વડાતળાવ ખાતે બનાવાયેલા હેલિપેડ પર ઊતરીને સીધા જ પાવાગઢ મંદિર પરિસર જવા રવાના થયા હતા. તેઓ રોપવે દ્વારા નિયત સ્થાન સુધી પહોંચ્યા હતા, તેવા સમયે ધુમ્મસભર્યા વાતાવરણની સાથે વરસાદનાં અમીછાંટણાં પણ પડી રહ્યાં હતાં. તેમ છતાં ઊર્જાવાન વડાપ્રધાન યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ અને ગતિથી મંદિરનાં પગથિયાં ચડીને માતાજીનાં દર્શને શ્રદ્ધાપૂર્વક પહોંચ્યા હતા અને મહાકાલી માતાનું પૂજન-અર્ચન કરીને આરતી ઉતારી હતી.
પગથિયાં ચઢીને માનાં દર્શને પહોચ્યા હતા
કાલિકા માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને રોપવે મારફત મંદિર પરિસરમાં પહોંચ્યા પછી પણ માતાજીનાં દર્શન કરવા પગથિયા ચઢીને જવું પડે છે, તેવી જ રીતે પ્રધાનમંત્રી પણ સામાન્ય શ્રદ્ધાળુની જેમ પગથિયાં ચઢીને માનાં દર્શને પહોચ્યા હતા અને માતાના દરબારમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન સાથે આ દર્શન-પૂજન અર્ચનમાં સહભાગી થયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).