https://youtube.com/shorts/D2eMi5hRIkI
Face Of Nation 18-06-2022 : આકાશમાં દેખાતી ચળકતી હારમાળા સૌરાષ્ટ્ર, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં જોવા મળી હતી. આજે રાત્રે 8.45 વાગ્યે આ ખગોળીય ઘટના રાજ્યના કેટલાક હિસ્સાઓમાં દેખાઇ હતી. જે બાદ લોકો આ વિશે ખુબ જ ચર્ચા કરી રહ્યા છે અને ત્યાં જ જે લોકોએ આ ચળક્તા પદાર્થને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યા છે તેઓ તેના વીડિયો સોશિયલ મીડિયામાં પણ શેર કરી રહ્યા છે.
ધરતી પર પડવું મહદઅંશે શક્ય નથી
ખગોળ શાસ્ત્રી દાવો કર્યો હતો કે, આ કોઇ કુદરતી વસ્તુ નથી પરંતુ તે કોઇ મેનમેડ વસ્તુ છે. હાલમાં જે વસ્તુ આકાશમાં દેખાઇ રહી છે તેનાથી કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આ એક સેટેલાઇટનો કોઇ ભાગ હોઇ શકે છે પરંતુ તેનું ધરતી પર પડવું મહદઅંશે શક્ય નથી. જોકે આજે આકાશમાં દેખાયેલી વસ્તુ ગુજરાતની બહાર નીકળી ગઇ છે માટે તેનો કોઇ ચાન્સ નથી કે તે ગુજરાતના કોઇ વિસ્તારોમાં પડે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).