Face Of Nation 19-06-2022 : રાજકોટમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી મેઘસવારી આવી પહોંચી છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, માધાપર ચોકડી, નાણાવટી ચોક, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
અસહ્ય બફારામાંથી રાહત મેળવી
રાજકોટમાં આજે સવારથી જ અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. બપોર બાદ 5 વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે. ગઈકાલે એક દિવસ વરસાદે વિરામ લીધો હતો પરંતુ આજથી ફરી મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. ગોંડલના વેકરી ગામે ધોધમાર વરસાદ ચાલુ થયો છે. તો બીજીતરફ ગઇકાલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જસદણ તાલુકાના લીલાપુર, વાવડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.
દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. ગઈકાલે ગુજરાતમાં થયેલા વરસાદની વાત કરીએ તો, શનિવારે 11 જિલ્લાના 18 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી. જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ 1.41 ઈંચ વરસાદ પડ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).