Home News વાયુસેનામાં અગ્નિવીરોના સર્વિસ નિયમો; 4 વર્ષ પૂરા કર્યા વિના તમે નોકરી છોડી...

વાયુસેનામાં અગ્નિવીરોના સર્વિસ નિયમો; 4 વર્ષ પૂરા કર્યા વિના તમે નોકરી છોડી શકશો નહીં, કેન્ટીન અને મેડિકલ સુવિધા સાથે સન્માન અને રજા બંને મળશે!

Face Of Nation 19-06-2022 : ભારતીય વાયુસેનાએ અગ્નિવીરોની ભરતી માટે ગાઈડલાઈન બહાર પાડી છે. ત્રણેય સેનામાંથી એરફોર્સે સૌ પ્રથમ ગાઈડલાઈન જાહેર કરી છે. આ મુજબ અગ્નિવીરોએ તેમની સેવાના ચાર વર્ષ પૂર્ણ કરવાના રહેશે. તે પહેલાં તેઓ નોકરી છોડી શકશે નહીં. આવું કરવા માટે તેઓએ અધિકારીની સંમતિ લેવી પડશે.
બિમારીની રજા મળશે, એક વર્ષમાં 30 રજા
અગ્નિવીરોની ભરતી અંગેનો સૌથી મોટો મુદ્દો રજા અને પુરસ્કારનો હતો. વાયુસેનાએ સ્પષ્ટ કર્યું છે કે, અગ્નિવીર તમામ સૈન્ય સન્માન અને પુરસ્કારોનો હકદાર રહેશે. તેમને વર્ષમાં 30 દિવસની રજા પણ આપવામાં આવશે. આ સિવાય બીમારીના કિસ્સામાં ડૉક્ટરની સલાહ પર બીમારીની રજા પણ મળશે.
અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાની જાહેરાત
અગ્નિપથ યોજના સામે યુવાનોના ગુસ્સાને શાંત કરવા માટે, ગૃહ અને સંરક્ષણ મંત્રાલયે અનામત આપવાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે CAPF (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ) અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને 10% અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. તેમને વય મર્યાદામાં 3થી 5 વર્ષની રાહત આપવાની જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રાલયે પણ તેમના મંત્રાલયમાં ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રાલયના ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલિયન પોસ્ટ્સની સાથે, ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગની 16 કંપનીઓમાં નિમણૂકોમાં અનામત મળશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).