Face Of Nation 19-06-2022 : રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ચોમાસું જામી રહ્યું છે. રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. તો બીજીતરફ અમરેલીના કેટલાક તાલુકાઓમાં છેલ્લા 11 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. જ્યારે આજે પણ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે મનમૂકીને મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જ્યારે બીજી તરફ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હજું પણ વરસાદ ન આવતા ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે.
રાજ્યભરમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. 11 જિલ્લાના 18 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી. જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ 1.41 ઈંચ વરસાદ પડ્યો હતો.
ભાવનગરમાં વીજળી પડતાં બેના મોત
ભાવનગર શહેરમાં સતત બે દિવસથી વાદળછાયું થઈ રહ્યું છે. આજ સવારથી કાળા ડિંબાગ વાદળો ઘેરાયા હતા, અચાનક જ ભાવનગર જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ હતી. મહુવાના મોટી જાગધાર ગામે વરસાદી માહોલમાં વીજળી પડતા બેના મોત થયા છે. મનરેગા રાહતના કામગીરી કરતા મજૂરો પર વીજળી પડી હતી.
પારડી તાલુકાઓના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો
વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રવિવારે પારડી તાલુકાઓના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. પંથકમાં ધીમીધારે વરસાદ વરસતા બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).