Home Religion “અલ્ટીમેટમ” : મેવાણીએ કહ્યું- ગામે ગામ ‘પાણી નહીં તો વોટ નહીં’ ચલાવીશું...

“અલ્ટીમેટમ” : મેવાણીએ કહ્યું- ગામે ગામ ‘પાણી નહીં તો વોટ નહીં’ ચલાવીશું કેમ્પેઈન; પાટીલે કહ્યું- 5 વર્ષ ધારાસભ્ય રહ્યા અત્યાર સુધી મેવાણી ક્યાં હતા?

Face Of Nation 19-06-2022 : બનાસકાંઠાના કરમાવાદ અને મુકતેશ્વર તળાવમાં પાણી નાખવાની માગને લઈ છેલ્લા લાંબા સમયથી બિનરાજકીય રીતે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ 21મીએ મુખ્યમંત્રીને મળી અલ્ટીમેટમ આપવાની જાહેરાત કરી છે. તો પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું છે કે, મેવાણીને પાણી મુદ્દે બોલવાનો અધિકાર નથી. પાંચ વર્ષ ધારાસભ્ય રહ્યા અત્યાર સુધી મેવાણી ક્યાં હતા?
જિગ્નેશ મેવાણીએ અલ્ટીમેટમ આપ્યું
જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, કરમાવાદ અને મુકતેશ્વર તળાવ પાણીથી ભરવા માટે હું બે વાર રજૂઆત કરી ચૂક્યો છું. પરંતુ, સરકાર યોજનાની જાહેરાત કરવાના બદલે અહીંના લોકોને ઠાલા વચનો આપી રહી છે. આ મુદ્દે હું આગામી 21મીએ મુખ્યમંત્રીને મળવાનો છું. જો હવે કોઈ કામગીરી નહીં થાય તો ગામે ગામ ‘પાણી નહીં તો વોટ નહીં’ કેમ્પેઈન ચલાવીશું.
પાણી મુદ્દે બોલવાનો જિગ્નેશને અધિકાર નથી- પાટીલ
પાટીલે કહ્યું હતું કે, જિગ્નેશ મેવાણીને પાણી મુદ્દે બોલવાનો અધિકાર નથી. ચૂંટણી આવી એટલે મેવાણીને પાણીનો પ્રશ્ન યાદ આવ્યો, પાંચ વર્ષ ક્યાં હતા? ભાજપ અને પ્રધાનમંત્રીને ક્યારેય કોઈ પણ સુવિઘા માટે પત્ર લખવાની જરુર પડતી નથી.
અઢી મહિનાથી જળ આંદોલન ચાલી રહ્યું છે
છેલ્લા અઢી મહિનાથી વડગામ તાલુકાનું કરમાવદ સરોવર ભરવા માટેનું જળ આંદોલન ચાલી રહ્યું છે. અઢી માસમાં 125 ગામના ખેડૂતોએ કરમાવાદ સરોવરમાં કળશ પૂજન કર્યું હતું. ત્યારબાદ 20 હજાર ખેડૂતોએ પાણી માટે રેલી યોજી 125 ગામોમાં દીપપ્રાગટ્ય પણ કર્યું હતું, પરંતુ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા આજે 125 ગામની 50 હજાર જેટલી મહિલાઓએ પ્રધાનમંત્રીને પાણી માટે પોસ્ટકાર્ડ લખ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).