Face Of Nation:મોદી સરકાર-2એ ગરીબ રથ ટ્રેનને બંધ કરીને તેને એક્સપ્રેસ ટ્રેનમાં બદલવાનો નિર્ણય કર્યો છે. દેશમાં કુલ 26 ગરીબ રથ ટ્રેન છે. જેમાંથી સૌ પ્રથમ પૂર્વોત્તર રેલવેમાં દોડતી કાઠગોદામ-જમ્મુ અને કાઠગોદામ-કાનપુર સેન્ટ્રલને 16મી જૂલાઈએ મેલ એક્સપ્રેસમાં ફેરવી દેવામાં આવી છે. પૂર્વ રેલવેમંત્રી લાલુ પ્રસાદ યાદવે ગરીબોનું AC ટ્રેનોમાં મુસાફરી કરવાનું સપનું સાકાર કરવા માટે 2005માં ગરીબ રથ એક્સપ્રેસની શરૂઆત કરી હતી.
કાઠગોદામ-જમ્મુ અને કાઠગોદામ-કાનપુર સેન્ટ્રલ મેલ એક્સપેસમાં ફેરવાઈઃ સૌ પહેલા પૂર્વોત્તર રેલવેમાં દોડતી કાઠગોદામ-જમ્મુ અને કાઠગોદામ-કાનપુર સેન્ટ્રલ ગરીબ રથને 16મી જુલાઈથી મેલ-એક્સપ્રેસમાં ફેરવી દેવાઈ છે. આ માર્ગ પર ગરીબ રથનું સફર પુરુ થઈ ગયું છે.રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે, ગરીબ રથના કોચ બનવાના બંધ થઈ ગયા છે. એટલે કે ટ્રેક પર જે કોચ દોડી રહ્યા છે તે તમામ અંદાજે 14 વર્ષ જુના છે. જેથી હવે ગરીબ રથના કોચને મેલ એક્સપ્રેસમાં બદલી દેવામાં આવશે. જેની શરૂઆત પણ થઈ ગઈ છે.દેશમાં 26 ગરીબ રથ ટ્રેનોઃ ગરીબ રથ ટ્રેનને મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનમાં બદલતાની સાથે જ તેના ભાડામાં વધારો કરી દેવાશે. જેથી ગરીબ રથની સસ્તી મુસાફરી પર પૂર્ણવિરામ લાગી જશે. દેશમાં 26 ગરીબ રથ ટ્રેનો છે અને આ તમામને ધીમે ધીમે એક્સપ્રેસમાં ફેરવી દેવામાં આવશે.મહત્વનું છે કે, વર્ષ 2005માં જ્યારે લાલુ યાદવે ગરીબ રથ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી, ત્યારે તેમની ભરપૂર પ્રશંસા કરાઈ હતી. કારણ કે એક સામાન્ય માણસનું AC ટ્રેનમાં બેસીને સફર કરવાનું સપનું પુરુ થવાનું હતું.