Home Gujarat રથયાત્રામાં જોડાતા અખાડામાં કરતબો દેખાડતા પહેલવાનોને ટ્રેનિંગ આપે છે મુસ્લિમ યુવક; 4...

રથયાત્રામાં જોડાતા અખાડામાં કરતબો દેખાડતા પહેલવાનોને ટ્રેનિંગ આપે છે મુસ્લિમ યુવક; 4 વર્ષના બાળકથી લઈને 54 વર્ષ સુધીના લોકો જોડાય છે!

Face Of Nation 20-06-2022 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ભગવાન ભક્તો વિનાજ નગરચર્યાએ નીકળ્યા હતાં. પરંતુ હવે ભક્તો સાથે શહેરમાં નગરચર્યા કરશે. ત્યારે રથયાત્રામાં વર્ષોથી 30 જેટલા અખાડા ભાગ લેતા હોય છે. અવનવા કરતબો અને કસરતો બતાવવા માટે ખડતલ શરીર ધરાવતાં યુવાનો અખાડામાં જોવા મળે છે. આ વખતે પણ અખાડાઓ તરફથી પ્રેક્ટિસ શરૂ કરી દેવાઈ છે. અખાડામાં ભાગ લેતા યુવાનો દ્વારા અત્યારથી જ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી વસંત વ્યાયામશાળામાં પ્રેક્ટિસ કરતા અખાડીયનો સવાર અને સાંજ એમ બંને ટાઈમ પ્રેક્ટિસ કરે છે.રથયાત્રામાં જે અખાડીયનો કરતબો બતાવે છે તેમને મુસ્લિમ યુવક ટ્રેનિંગ આપે છે.
ઉસ્તાદ શેખ મહમ્મદ અલી અખાડિયનોને ટ્રેનિંગ આપે છે
વર્ષોથી યુવકના પિતા અખાડિયનોને તૈયાર કરતા હતા. જોકે તેમનું અવસાન થયા બાદ તેમનો પુત્ર હવે અખાડિયનોને અવનવા કરતબો માટે તૈયાર કરે છે. દરિયાપુર વિસ્તારમાં રહેતા નીરવ સોલંકી અને તેમના પિતા દીપકભાઈ સોલંકી વર્ષોથી રથયાત્રામાં અખાડામાં જોડાય છે. દીપકભાઈ 15 વર્ષના હતા ત્યારથી રથયાત્રામાં જોડાય છે. લાલ દરવાજા વિસ્તારમાં આવેલી વસંત વ્યાયામ શાળામાં તેઓ પ્રેક્ટિસ કરવા માટે આવે છે અને તેમની સાથે અન્ય યુવાનો પણ જોડાય છે. રથયાત્રામાં 2 નંબરના જય મહાકાળીના અખાડામાં યુવાનો કરતબો માટે જોડાય છે.
હું પહેલવાનોને ટ્રેનિંગ આપું છું : ઈમરાન
અખાડાના કરતબો માટે વ્યાયામ શાળાના કોચ ઉસ્તાદ શેખ મહમ્મદ અલી ઉર્ફે બાબુભાઈ યુવાનોને ટ્રેનિંગ આપતાં હતા. તેમના અવસાન બાદ તેમનો પુત્ર ઇમરાન ટ્રેનિંગ આપે છે. ઇમરાન શેખે જણાવ્યું હતું કે, રથયાત્રામાં જોડાતા પહેલવાનોને મારા પિતા ટ્રેનિંગ આપતા હતા અને હવે હું પહેલવાનોને ટ્રેનિંગ આપું છું. મારા પિતા પણ આ રથયાત્રામાં જોડાતા હતા. વ્યાયામ શાળામાં યુવાનો રથયાત્રા પહેલા પ્રેક્ટિસ કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).