Face Of Nation 20-06-2022 : મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં મિરાજ તાલુકાના મ્હૈસાલમાં એક જ પરિવારના 9 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી છે. પરિવારના આ દરેક સભ્યોએ ઝેર પીને આત્મહત્યા કરી છે. મૃતકોમાં એક ડોક્ટર દંપતી પણ સામેલ છે. સુસાઈડની ઘટના સોમવાર બપોરની છે. ડોક્ટર દંપતિના 1 રૂમમાંથી 6 લોકોના મૃતદેહો મળ્યા છે અને બીજા રૂમમાંથી અન્ય 3 મૃતદેહો મળ્યા છે. હાલ સામૂહિક આત્મહત્યાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ પડોશીઓનું કેહવું છે કે, પરિવાર આર્થિક તંગીથી પરેશાન હતો.
આર્થિક તંગીનો સામનો કરતો હતો પરિવાર
સામૂહિક આત્મહત્યાની આ ઘટનાથી વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો છે. પોલીસે પંચનામું કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પ્રાથમિક તપાસમાં પડોશીઓએ જણાવ્યું છે કે, પરિવાર આર્થિક તંગીનો સામનો કરતો હતો. ઘણાં લોકો પાસેથી ઉધાર પૈસા લઈને રાખ્યા હતા. શક્ય છે કે, દેવુ ના ચૂકવી શકવાના દબાણમાં પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે.
પડોશીઓએ આપી પોલીસને માહિતી
ઘરમાં મૃતદેહ જોઈને પડોશીઓએ તુરંત આ વિશે પોલીસને માહિતી આપી હતી. ત્યારપછી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસને આર્થિક તંગીના કારણે પરિવારે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. દરેક લોકોએ ઝેર પીને આત્મહત્યા કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).