Face Of Nation 21-06-2022 : ભારતની વધુ એક દિકરીએ વિદેશની ધરતી પર પોતાના દેશને ગૌરવ અપાવે તેવી સિદ્ધિ હાંસલ કરી છે. યુપીના મુઝફ્ફરનગરમાં જન્મેલી જાનકી વિશ્વમોહન શર્માએ સાતમા ન્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ તરીકે શપથ લીધાં છે. જાનકી શર્માએ રામચરિત માનસ પર હાથ મૂકીને શપથ લઈને અમેરિકામાં દેશનું નામ રોશન કર્યુ છે. જો કે જાનકી ભલે યુપીની પરંતુ તેનો નાતો અમદાવાદ સાથે પણ ખરો.
જાનકીના માતા પિતા શાહીબાગમાં રહે છે
જાનકીનું બાળપણ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં વીત્યું છે અને અહીં જ તેણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે, પરંતુ 1995માં તેઓ માતા પિતા સહિત ભાઇ બહેન અમદાવાદ આવી ગયા હતા. એ દરમિયાન અમદાવાદમાં જાનકીએ ધોરણ-8થી ધોરણ-12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ પછી 2001માં જાનકી અમેરિકા ગઈ હતી. જો કે હાલ પણ જાનકીના માતા પિતા અહીં અમદાવાદના શાહીબાગમાં રહે છે. જાનકીની માતા અમદાવાદના જ છે. આખરે લાંબા સમયની મહેનત બાદ જાનકી અમેરિકામાં જજ બની છે.
જાનકીએ રામાયણ પર હાથ રાખીને શપથ લીધા
જાનકી શર્માના પરિવાર વિશે વાત કરીએ તો તેના દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ પણ રામાયણના ગાયક હોવાના કારણે તેઓ નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટાં થયા છે. જાનકી 1993થી રામાયણના પાઠ કરે છે. આથી તેને રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ પર હાથ રાખીને શપથ લીધા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).