Face Of Nation 21-06-2022 : સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો દેશભરના યુવાનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન આજે ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અલગ-અલગ મળવા જઈ રહ્યા છે અને તેમને અગ્નિપથ ભરતી યોજના વિશે માહિતી આપશે. સરકારી સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે, સેના પ્રમુખ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અલગથી મળશે અને તેમને અગ્નિપથ યોજના વિશે માહિતી આપશે. તો બીજીતરફ અગ્નિપથ યોજના ગયા અઠવાડિયે શરૂ કરવામાં આવી હતી અને વિરોધને પગલે કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળોમાં નવી ભરતી યોજનાની આસપાસની આશંકાઓ દૂર કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્રણેય સેનાના વડાઓની હાજરીમાં અગ્નિપથ યોજનાનું અનાવરણ કરતાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 14મી જૂને કહ્યું હતું કે આ એક પરિવર્તનકારી પહેલ છે, જે સશસ્ત્ર દળોને યુવા પ્રોફાઇલ પ્રદાન કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).