Home News અગ્નિપથ હિંસામાં 1,000 કરોડથી વધુ નુકસાનની શક્યતા, વિરોધમાં 21 ટ્રેન સળગાવી દેવાઈ,...

અગ્નિપથ હિંસામાં 1,000 કરોડથી વધુ નુકસાનની શક્યતા, વિરોધમાં 21 ટ્રેન સળગાવી દેવાઈ, 12 લાખ લોકોની યાત્રા થઈ કેન્સલ, 70 કરોડ રૂ. રિફંડ કર્યા!

Face Of Nation 21-06-2022 : છેલ્લા ચાર દિવસથી અગ્નિપથ યોજનાને લઈને દેશના ઘણા ભાગોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આમાં ટ્રેનોને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી હતી. જેના કારણે રેલવેની મિલકત અને મુસાફરોના રિફંડ સહિત એક હજાર કરોડથી વધુનું નુકસાન થવાની શક્યતા છે. એટલું જ નહીં 12 લાખ લોકોએ યાત્રા કેન્સલ કરવી પડી હતી. 922 મેલ એક્સપ્રેસ ટ્રેનો રદ થઈ છે. 120 મેલ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે.
અલગ-અલગ જગ્યાએ 21 ટ્રેનો સળગાવી
મેલ એક્સપ્રેસમાં 24 કોચ હોય છે. આ એન્જિનની કિંમત 12 કરોડ રૂપિયા છે. એસી કોચ 2.5 કરોડ, સ્લીપર જનરલ કોચ 2 કરોડનો હોય છે. એક ટ્રેનની કિંમત 30 કરોડ થાય છે. વિરોધમાં 21 ટ્રેનો સળગાવી દેવામાં આવી હતી.
70 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા
દોઢ લાખ મુસાફરોને અધવચ્ચે જ ટ્રેન છોડવી પડી હતી. 5 લાખથી વધુ PNR રદ કરવામાં આવ્યા હતા. મુસાફરોને લગભગ 70 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા હતા. ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે ઝોનમાં 241 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. આંદોલનકારીઓ દ્વારા આડેધડ રીતે જે જાહેર સંપત્તિને નિશાન બનાવવામાં આવી રહી છે, તેમાં કરદાતાઓની કરોડોની મહેનતની કમાણી છે.
922 મેલ એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં
ચાર દિવસમાં દેશભરમાં 922 મેલ એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. જો એક PNR પર 3 મુસાફરોને ગણવામાં આવે તો કુલ 5 લાખથી વધુ PNR રદ કરવામાં આવ્યા છે, દરેક ટ્રેનમાં સરેરાશ 1200 થી 1500 મુસાફરો હોય છે, જેના કારણે લગભગ 12 લાખ લોકોની મુસાફરી રદ કરવામાં આવી હતી. એક ઉદાહરણ આપતા રેલ્વે મંત્રાલયે કહ્યું કે જો એક મુસાફરનું ભાડું ઓછામાં ઓછું 600 રૂપિયા માનવામાં આવે તો કુલ 70 કરોડ રૂપિયાનું રિફંડ કરાયું છે. જો તમે આમાં AC 3, સેકન્ડ AC અને ફર્સ્ટ ACનું ભાડું સામેલ કરો છો તો રિફંડ 100 કરોડ રૂપિયા થશે. 827 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી. 120 મેલ એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી, જેના કારણે લગભગ 1.5 લાખ મુસાફરોને ટ્રેન અધવચ્ચે છોડીને મુસાફરી રદ કરવાની ફરજ પડી હતી.
જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં યુપી સૌથી આગળ
અગ્નિપથ યોજનાનો વિરોધ 19 રાજ્યોમાં પહોંચી ગયો છે. આ દરમિયાન યુપી-બિહારમાં જાહેર સંપત્તિને સૌથી વધુ નુકસાન થયું છે. જો આપણે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના 2020 ના અહેવાલ પર નજર કરીએ તો, આવા કેસોમાં 28% નો ઘટાડો થયો હતો, પરંતુ યુપી સહિત 6 રાજ્યોમાં કેસ વધ્યા હતા. કેસની સંખ્યામાં ઉત્તર પ્રદેશ (2217) ટોચ પર છે. બીજા નંબર પર તમિલનાડુ (668) છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).