Home News મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પાડવામાં CR પાટિલનું ષડયંત્ર; સુરતમાં શિવસેનાના બળવાખોર નેતાઓને રાખવાની...

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પાડવામાં CR પાટિલનું ષડયંત્ર; સુરતમાં શિવસેનાના બળવાખોર નેતાઓને રાખવાની વ્યવસ્થા પણ તેમણે જ કરી : રાઉત?

Face Of Nation 21-06-2022 : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે જોખમ ઉભુ થઈ ગયું ઠે. રાજ્યના મંત્રી અને સિનિયર નેતા એકનાથ શિંદે શિવસેનાના 20 ધારાસભ્યો લઈને ગુજરાતના સુરત પહોંચી ગયા છે. હાલ મહારાષ્ટ્રથી દિલ્હી સુધી હલચલ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પાડવામાં ગુજરાતના સી.આર.પાટીલનું જ ષડયંત્ર છે. સુરતમાં શિવસેનાના બળવાખોર નેતાઓને રહેવા માટેની વ્યવસ્થા પણ સીઆર પાટીલે જ કરી છે.
રાજકીય રીતે કોઈ મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ
મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરતની ડુમ્મસ મેરિડિયન હોટલ ખાતે 20થી વધારે નારાજ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. તો બીજીતરફ શિવસેનાના રાજ્યસભાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે આ દરમિયાન કહ્યું છે કે, ડરવાની કોઈ વાત નથી. રાઉતે કહ્યું છે કે, અમુક ધારાસભ્યો મુંબઈમાં નથી અને તેમનો સંપર્ક નથી થઈ શકતો. એકનાથ શિંદેનો પણ સંપર્ક થઈ શકતો નથી. પરંતુ અમને નથી લાગતું તે મહારાષ્ટ્રમાં કોઈ ભૂકંપ આવશે. અત્યારે અમે વર્ષા બંગલો જઈ રહ્યા છીએ. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મારી વાત થઈ છે. મહારાષ્ટ્રમાં રાજસ્થાન, એમપીની પેટર્ન શરૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પાર્ટીના અંદાજે 20 ધારાસભ્યો લઈને સુરત પહોંચ્યાં
પહેલાં રાઉત રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષની મીટિંગમાં ભાગ લેવા દિલ્હી જવાના હતા પરંતુ હવે તેઓ દિલ્હી જવાના નથી. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સંકટના કારણે હવે તેઓ રણનીતિ બનાવવા ભેગા થશે. આ દરમિયાન શરદ પવાર પણ મુંબઈ પરત આવી રહ્યા છે. રાજ્યની મહાવિકાસ અધાડી સરકારને તેના કારણે ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. પહેલી ચૂંટણીમાં MVAમાં માત્ર 5 ઉમેદવાર જીતીને આવ્યા હતા. હવે શિવસેનાના સીનિયર નેતા અને મંત્રી એકનાથ શિંદે બળવાખોર બન્યા છે. તેઓ પાર્ટીના અંદાજે 20 ધારાસભ્યો લઈને સુરત પહોંચી ગયા છે. બપોરે 2 વાગે શિંદે મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. ઉદ્ધવ ઠાકરેની સરકાર બચે છે કે પડે છે. બીજી બાજુ સીએમ ઉદ્ધવ ઠાકરે પણ એક્શન મોડમાં છે. તેમણે બપોરે 12 વાગે ગઠબંધનની બેઠક બોલાવી છે. આ દરમિયાન કોંગ્રેસે પણ તેમના ધારાસભ્યો દિલ્હી બોલાવી લીધા છે. MLC ચૂંટણીમાં શિવસેનાના અમુક ધારાસભ્યોએ ક્રોસ વોટ કર્યું છે તેના કારણે પણ પાર્ટીને નુકસાન થયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).