Home News ટેક્નિકલ ખામી : આયોધ્યામાં રામ મંદિર માટે દાનમાં મળેલા 22 કરોડ રૂ.ના...

ટેક્નિકલ ખામી : આયોધ્યામાં રામ મંદિર માટે દાનમાં મળેલા 22 કરોડ રૂ.ના 15,000 થયા ચેક બાઉન્સ, અત્યાર સુધીમાં લગભગ 5,400 કરોડ દાન પેટે મળ્યા!

Face Of Nation 21-06-2022 : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં દરરોજ આવતા હજારો ભક્તો તેમના આરાધ્ય ભગવાન શ્રી રામના માત્ર દર્શન જ નથી કરી રહ્યા પરંતુ તેઓ મંદિરના નિર્માણ માટે દાન આપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો દાવો છે કે અત્યાર સુધીમાં લગભગ 5,400 કરોડ રૂપિયા દાન પેટે મળ્યા છે. તેમાંથી 3,500 કરોડ ટ્રસ્ટને નિધિ સમર્પણ અભિયાન હેઠળ માત્ર ત્રણ મહિનામાં જ મળ્યા છે. જોકે, આ અભિયાન દરમિયાન મળેલા 15,000 ચેક પણ બાઉન્સ થયા છે, જેની રકમ લગભગ 22 કરોડ જેટલી થાય છે.
ટ્રસ્ટ દ્વારા નિધિ સમર્પણ અભિયાન શરૂ કરાયું હતું
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલયના ઈન્ચાર્જ પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે એક વર્ષ પહેલાં ટ્રસ્ટ દ્વારા નિધિ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેની મુદત જાન્યુઆરીથી માર્ચ સુધીની હતી. આ સમય દરમિયાન લોકો મંદિરના નિર્માણ માટે સ્વેચ્છાએ દાન આપતા હતા. તેમણે કહ્યું કે મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં ટ્રસ્ટને લગભગ 5,400 કરોડ રૂપિયા મળ્યા છે, જેમાંથી લગભગ 3,500 કરોડ રૂપિયા એકલા નિધિ સમર્પણ અભિયાન દરમિયાન મળ્યા હતા. પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે નિધિ સમર્પણ અભિયાન સમગ્ર દેશમાં ત્રણ મહિના સુધી ચાલ્યું હતું.
ટેક્નિકલ ખામીને કારણે ક્લિયર થયા ન હતા
પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર નિધિ સમર્પણ અભિયાનમાં લગભગ 15,000 ચેક એવા હતા જે ટેક્નિકલ ખામીને કારણે ક્લિયર થયા ન હતા. તેની કુલ રકમ લગભગ 22 કરોડ રૂપિયા જેટલી થાય છે. પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે બેન્કમાં ટેક્નિકલ ખામીઓને કારણે ચેક બાઉન્સ થયા છે. જોકે જે લોકોના ચેક બાઉન્સ થયા છે તેઓ ફરીથી ટ્રસ્ટના લોકોનો સંપર્ક કરીને સ્વેચ્છાએ પૈસા આપી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).