Home Politics કર્ણાટકમાં રાજકારણ રોળાયું,ધારાસભ્યોએ રાત ગૃહમાં પસાર કરી, આજે શું થશે ?

કર્ણાટકમાં રાજકારણ રોળાયું,ધારાસભ્યોએ રાત ગૃહમાં પસાર કરી, આજે શું થશે ?

Face Of Nation:કર્ણાટકના રાજકારણમાં હજુ સુધી કંઈ પણ સ્પષ્ટ નથી થઈ શક્યું. ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હોબાળાની વચ્ચે ગૃહની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી.વિધાનસભા ઉપાધ્યક્ષ કૃષ્ણા રેડ્ડીએ કોંગ્રેસના સભ્યો દ્વારા ભાજપ વિરુદ્ધ કરવામાં આવેલા સૂત્રોચ્ચાર બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. જોકે, ત્યાં સુધી ગૃહમાં કુમારસ્વામી તરફથી વિશ્વાસ મત પર પોતાની વાત રજૂ કરવાની બાકી હતી.

ગૃહની કાર્યવાહીમાં ગુરુવારે 20 ધારાસભ્યો નહોતા પહોંચ્યા. તેમાં 17 સત્તાધારી ગઠબંધનના છે. બળવાખોર ધારાસભ્યોમાંથી 12 હાલ મુંબઈની એક હોટલમાં રોકાયેલા છે.ગૃહની કાર્યવાહી સ્થગિત થતાં પહેલા, ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ જાહેરાત કરી કે તેમની પાર્ટીના સભ્ય આખી રાત ગૃહમાં જ રહેશે અને વિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય થાય ત્યાં સુધી ગૃહમાં જ રહેશે. ગુરુવાર રાત્રે યેદિયુરપ્પા સહિત તમામ નેતા ગૃહમાં જ ઊંઘી ગયા.

ગુરુવારે રાજ્યપાલ વજુભાઈ વાળએ કુમારસ્વામીએ પત્ર લખ્યો હતો. તેઓએ લખ્યું કે, જોકે, અનુચ્છેદ 175 (2) હેઠળ એક વિચારના રૂપમાં સંદેશ અધ્યક્ષને મોકલવામાં આવે છે. મને સૂચિત કરવામાં આવ્યો છે કે ગૃહ આજે સ્થગિત છે. આ પરિસ્થિતિઓમાં આપને અનુરોધ કરું છું કે આપ શુક્રવારે 1.30 વાગ્યા કે તેનાથી પહેલા ગૃહમાં પોતાનું બહુમત સાબિત કરો.