Home Gujarat આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોના પોઝિટીવ, ટ્વીટ કરીને આપી જાણકારી, મારા સંપર્કમાં આવેલ...

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોના પોઝિટીવ, ટ્વીટ કરીને આપી જાણકારી, મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને કાળજી રાખવા વિનંતી કરુ છું!

Face Of Nation 22-06-2022 : છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. તેવામાં આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોનાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. જેંને પગલે હાલ ઋષિકેશ પટેલ હોમ આઈસોલેટ થયા છે. આ અંગે ટ્વિટ કરીને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપી હતી.
તેમની સાથે પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા
ઉલ્લેખનીય છે કે, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોઢેરામાં આયોજિત મહેસાણાના રાજ્યકક્ષાના યોગ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા, જ્યાં તેમણે યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમની સાથે પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. મોઢેરામાં 2400 જેટલા ખેડૂતોએ હાજર રહીને યોગ કર્યા હતા. મોઢેરામાં કુલ 5 હજાર લોકોએ સામૂહિક યોગ કર્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).