Home Gujarat કેરળનો બલરામ હાથી : 3 વર્ષનો હાથી પહેલીવાર “જગન્નાથજીની રથયાત્રા”માં જોડાશે; નાનાંથી...

કેરળનો બલરામ હાથી : 3 વર્ષનો હાથી પહેલીવાર “જગન્નાથજીની રથયાત્રા”માં જોડાશે; નાનાંથી લઈ મોટાંને માથા પર સૂંઢ મૂકીને આપે છે આશીર્વાદ!

Face Of Nation 22-06-2022 : અમદાવાદમાં ઐતિહાસિક જગન્નાથ યાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ખાસ કરીને આ રથયાત્રામાં હાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. કોરોનાના બે વર્ષ પછી 145મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે ત્યારે આ વખતે 18 હાથી જોડાશે. આ 18માં બલરામ નામનો ત્રણ વર્ષનો હાથી પહેલીવાર જગન્નાથજીની રથયાત્રામાં જોડાશે. આ હાથી મહાવતનો કહ્યાગરો છે અને નાનાં બાળકોથી લઈ મોટેરાંના માથા પર સૂંઢ મૂકીને આશીર્વાદ આપે છે.
17 હાથીમાં એક કેરળનો બલરામ હાથીનો ઉમેરો
કેરળમાં હાથીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જગન્નાથજી મંદિર પાસે 17 જેટલા હાથી છે અને તેમાં એક આ બલરામનો ઉમેરો થયો છે. આ બલરામને કેરળથી લાવવામાં આવ્યો છે. તેનો મહાવત સરખી રીતે હિન્દી બોલી તે સમજી શકતો નથી પણ હાથીને આદેશ આપે કે, ”આશીર્વાદ દો…” એટલે બલરામ માથા ઉપર સૂંઢ મૂકે. આ હાથી સમજુ એવો છે કે, જગન્નાથ મંદિરના ભક્ત રાજેન્દ્રભાઈ આહુજા જ્યારે તેને મકાઈ આપે તો સૂંઢથી મકાઈ તો લઈ લે પથી પગ પાસે મૂકીને સૂંઢેથી તેના પાન કાઢી નાંખે અને પછી મકાઈ મોઢાંમાં મૂકે. ભક્તો દર્શને આવે તો બલરામને લીલું ઘાસ ખવરાવે મહાવતે દૂર ઘાસ રાખ્યું હોય તો સૂંઢ લાંબી કરીને ઘાસનો પૂડો પોતાની પાસે ખેંચી લે અને ખાવા માંડે. આ હાથીને ભક્તો માટે ફાળવેલી પાર્કિંગની જગ્યામાં રાખવામાં આવ્યો છે. આ બલરામ અત્યારે દર્શને આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને હવે પહેલી જુલાઈએ અષાઢી બીજે નીકળનારી રથયાત્રામાં પહેલીવાર બલરામ જોડાશે.
1992માં હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા
​અમદાવાદમાં 1992માં રમખાણ થયા ત્યારે હાથીઓ ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા વિનાવિઘ્ને પૂર્ણ થઈ હતી. રથયાત્રાના ઈતિહાસમાં હાથીનું અનેરું મહત્વ છે. કોઈપણ કાર્યમાં ભગવાન વિઘ્નહર્તા ગણેશ પ્રથમ હોય એટલે રથની આગળ ગણેશરૂપ હાથીને રખાય છે અને પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામ ભગવાનના રથ હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).