Home Gujarat પોલીસનો નવતર પ્રયોગ : અમદાવાદ રથયાત્રા દરમિયાન નશીલા પદાર્થનું સેવન કરીને આવનારને...

પોલીસનો નવતર પ્રયોગ : અમદાવાદ રથયાત્રા દરમિયાન નશીલા પદાર્થનું સેવન કરીને આવનારને ડ્રગ્સ ડિવાઈસ કિટથી તાત્કાલિક પકડી લેવાશે!

Face Of Nation 23-06-2022 : રથયાત્રા આવી રહી છે જેને લઈને પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવશે. રથયાત્રામાં નાર્કોટિક્સ ડ્રગ્સનું સેવન કરીને આવનારને ડ્રગ્સ ડિવાઈસ કિટ દ્વારા પકડી લેવામાં આવશે. SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કિટનો રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવશે.
વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તે જાણી શકાશે
રથયાત્રા દરમિયાન શાંતિ-સલામતી જળવાઈ રહે અને કોઈ બનાવના બને તે માટે પોલીસ એલર્ટ જ છે, ત્યારે રથયાત્રામાં ડ્રગ્સ એડિક્ટ વ્યક્તિઓ નશો કરીને આવે તો તેમને પકડવા માટે ડ્રગ્સ કિટનો ઉપયોગ કરાશે. આ કિટ દ્વારા તાત્કાલિક વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તે જાણી શકાશે. આ ડિવાઈસનું નામ મલ્ટી ડ્રગ મલ્ટી લાઇન ટ્વીસ્ટ સ્ક્રીન ટેસ્ટ ડીવાઈસ છે. જે મલ્ટીપલ ડ્રગ્સનું ક્વોલિટેટિવ ડિટેક્શન કરે છે.
કઈ રીતે થશે ડ્રગ કિટનો ઉપયોગ થશે?
સેમ્પલ કલેક્ટરથી ડ્રગ્સ એડિક્ટના મોમાંથી સ્પન્જ મારફતે લાળ સાથેનું પ્રવાહી લઈ તેને ડીવાઈસના કલેક્શન ચેમ્બરમાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ 9 મિનિટના સમયમાં તેનું રિઝલ્ટ આવે છે. પ્રવાહીમાં જો કોઈ ડ્રગ્સની હાજરી હોય તો તે ડીવાઈસ એન્ટીબોડી સાથે સંયોજિત થઈ અને આગળ ગતિ નહીં કરી શકે, જ્યારે અન્ય પ્રવાહી કેપિલરી એક્શનના સિદ્ધાંત મુજબ આગળ કરી અને લાઇન સ્વરૂપે ડીવાઈસ પર દ્રશ્યમાન થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).