Home Religion સેન્ટ ફ્રાન્સિસ શાળાના સંચાલકો દાદાગીરી, ફી ભર્યા બાદ મળશે સર્ટિફિકેટ; પિતાનું મૃત્યુ...

સેન્ટ ફ્રાન્સિસ શાળાના સંચાલકો દાદાગીરી, ફી ભર્યા બાદ મળશે સર્ટિફિકેટ; પિતાનું મૃત્યુ થતાં ફી નહીં ભરી શકતા છાત્રનું લિવિંગ સર્ટિફિકેટ શાળાએ રોક્યું!

Face Of Nation 23-06-2022 : ઠાસરાની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાંથી અન્ય સ્કૂલમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા લિવિંગ સર્ટિફિકેટ નહીં આપતા વિવાદ થયો છે. પહેલા ફી ભરો પછી જ સર્ટિફિકેટ મળશે, અમે ફોન કરીયે ત્યારે જ એલસી. લેવા આવવું તેમ કહી શાળા સંચાલકો દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
‘કોલ કરીએ ત્યારે એલસી લેવા આવવું’
જનકભાઈ પટેલ નામના વાલીના જણાવ્યા મુજબ, તેમની પુત્રીના લગ્ન ચિરાગ સાથે થયા હતા. જેમનો પુત્ર હાલ ધો.4માં અભ્યાસ કરે છે. કોરોના કાળ દરમિયાન જમાઈ ચીરાગનું અવસાન થતાં ઘરની સ્થિતિ બગડતાં પૌત્ર વેદ અને દીકરીને તેઓ પોતાના ઘરે લઈ આવ્યા હતા. પૌત્ર વેદનું અન્ય સ્કૂલમાં એડમિશન કરાવવાનુ હોઈ, નવુ સત્ર ચાલું થયા અગાઉ તેનું એલસી લેવા સેન્ટ ફ્રાન્સિસ સ્કુલમાં પ્રિન્સિપાલને રજુઆત કરી હતી. જેમાં ‘કોલ કરીએ ત્યારે એલસી લેવા આવવું’ એવું જણાવાયું હતું.
સર્ટિફિકેટ ન મળે તો વિદ્યાર્થીનું આખુ વર્ષ બગડે
આજદિન સુધી શાળામાંથી કોઈ કોલ આવ્યો નથી. તેમણે પૌત્રનું બીજે એડમિશન કરાવી લીધું હતુ. બીજી જે સ્કૂલમાં એડમિશન લીધું ત્યા હવે લીવીંગ સર્ટિફિકેટ મંગાવતા હોય પ્રિન્સિપાલને સર્ટિફિકેટ માટે ફોન કર્યો હતો. જો સર્ટિફિકેટ ન મળે તો વિદ્યાર્થીનું આખુ વર્ષ બગડે તેમ હોઈ તાત્કાલિક લિવિંગ સર્ટિફિકેટ આપવા રજુઆત કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).