Face Of Nation 23-06-2022 : જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર-પંથકમાં બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એકાદ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસી જતા શહેરની બજારો અને રસ્તા પર પાણી વહેતા થયા હતા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોનો ગરમીથી છુટકારો અનુભવ કરી રહ્યા હતા. તો થોડા દિવસો બાદ ફરી થયેલ મેઘસવારીના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
માણાવદરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
સવારથી જુનાગઢ જિલ્લાના તાલુકાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ જતા મેઘરાજા પધરામણી કરશે તેવો માહોલ જોવા મળતો હતો. દરમ્યાન બપોરના એકાદ વાગ્યા આસપાસ માણાવદર શહેર અને પંથકમાં કાળા ડીબાંગ વાદળો સાથે મેઘરાજાએ પધરામણી કરી હેત વરસાવવાનું શરૂ કર્યુ હતુ. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી એકાદ કલાક સુધી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. જેના પગલે શહેરની બજારો, સોસાયટીઓમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયેલ જ્યારે રસ્તાઓ પર વરસાદી પાણીની નદી વહેતી જોવા મળતી હતી.
જીનિંગ મિલોમાં પણ પાણી ઘૂસી ગયા
માણાવદરમાં સાંબેલાધારે વરસાદ પડતા મીતડી રોડ ઉપર આવેલી જીનિંગ મિલોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ત્યારે નિકાલ માટે ગટર બનાવવામાં આવે તેવી પાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈએ માગ કરી છે. તો બીજીતરફ માણાવદર શહેરમાં 77 મીમી (3 ઈંચ) વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ અને વીજળીના કારણે પીજીવીસીએલના અનેક ટીસીમાં ફોલ્ટ સર્જાતા ટીમો દોડાવવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).