Face Of Nation 23-06-2022 : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1900ને પાર થઈ ગયો છે અને એક્ટિવ કેસ 1927 થયા છે. રાજ્યમાં સતત 2 દિવસથી 400થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 416 કેસ નોંધાયા છે. જ્યારે 230 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.95 ટકા થયો છે. તો સતત આઠમા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે. અમદાવાદમાં 184, સુરતમાં 90, વડોદરામાં 43 કેસ, ગાંધીનગરમાં 19, રાજકોટમા 16, ભાવનગરમાં 15 કેસ, વલસાડમાં 12, જામનગર અને કચ્છમાં 7 કેસ નોંધાયા છે. તો બીજીતરફ રાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ નવા કેસ નોંધાયા છે. 22મી જૂને 407 કેસ નોંધાયા હતા. આ પહેલા 16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 244 કેસ નોંધાયા હતા.
દર્દી વેન્ટિલેટર પર 1923 દર્દીઓની હાલત સ્થિર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 28 હજાર 909ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 16 હજાર 036 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1927 એક્ટિવ કેસ છે, 4 દર્દી વેન્ટિલેટર પર છે અને 1923 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).