Face Of Nation 24-06-2022 : ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજાર 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 88,284 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો 20મી ફેબ્રુઆરી બાદ આજે સૌથી વધારે કેસ નોંધાયા.
નિષ્ણાતો અને અધિકારીઓ સાથે બેઠક
દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 88,284 થઈ ગઈ છે. ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે નિષ્ણાતો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં અધિકારીઓને કોવિડ-19નું પરીક્ષણ વધારવા અને રસીકરણને ઝડપી બનાવવા સૂચના આપી છે. માંડવિયાએ અધિકારીઓને સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા, કોવિડ -19ના વધતા કેસ વચ્ચે હોસ્પિટલમાં દાખલ થવાના દર પર દેખરેખ રાખવા કહ્યું છે.
દિલ્હીમાં ચોથી ફેબ્રુઆરી પછીના સૌથી વધુ કેસ
દિલ્હીમાં આજે નોંધાયેલા નવા કેસ ચોથી ફેબ્રુઆરી પછીના સૌથી વધુ દૈનિક કેસ છે. આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. ગઈકાલે પરીક્ષણ કરાયેલા 23,879 નમૂનાઓમાં નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં રોગચાળાના નવા કેસ ગઈકાલના આંકડા કરતા 108 ટકા વધુ છે. ચોથી ફેબ્રુઆરીએ રાજધાનીમાં 3.85 ટકાના ચેપ દર સાથે 2,272 કેસ નોંધાયા હતા અને 20 લોકો મૃત્યુ પામ્યા હતા.
ગુજરાતમાં 400ને પાર કોરોનાના કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. નવા કોરોનાના વધુ 416 કેસ નોંધાતા હડકંપ મચ્યો. 230 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1927 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 4 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).