Face Of Nation:ત્રિપલ તલાકને કારણે અનેક મહિલાઓના જીવનમાં અંધકાર છવાઈ ગયો છે. અને તે જ કારણ છે કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેના વિરુધ્ધ કાયદો લાવવા જઈ રહી છે. સુરતના ચોકબજારમાં પતિએ પત્નીને ત્રિપલ તલાક આપતાં ચકચાર મચી છે. આ મામલે મહિલાએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો નોંધાવી જ છે, સાથે જ વડા પ્રધાન મોદીને પણ મદદ માટે ગુહાર લગાવી છે. કાયદો બનાવ્યો હવે અમલ કરાવાની અપીલ મહિલાએ કરી છે.
સુરતના ચોક બજારમાં પતિના લગ્નેત્તર સંબંધો અને દહેજ માટે પત્નીને ત્રણ તલાક આપી દીધા હતા. મુસ્લિમ મહિલા યાસ્મીનને એક દીકરી છે. પોલીસ ફરિયાદમાં યાસ્મીને પતિના લગ્નેત્તર સંબંધો અને દહેજ માગતા હોવાનો આરોપ લગાવ્યો છે. તો ત્રણ તલાક આપ્યા બાદ યાસ્મીનને હવે માતા-પિતાના ઘરે રહેવા મજબૂર થવું પડ્યું છે.પોલીસ ફરિયાદ બાદ પીડિતાએ કહ્યું કે, તેનો પતિ અકરમ અને તેના પરિવારના સભ્યો હક હલાલ કરવાનું જણાવી રહ્યું છે. હક હલાલનો મતલબ છે કે, પતિએ પત્નીને ત્રણ તલાક આપી દીધો હોય તો, શરિયત કાનૂન પ્રમાણે, પત્નીને અન્ય ઈસમ સાથે લગ્ન કરવા પડે, અને તે તલાક આપે અને મુસ્લિમ સમાજના નિયમ અનુસાર તે ઈડદતમાં બેસે તો જ તે ફરી પ્રથમ પતિ સાથે નિકાહ કરી શકે છે. સમાજના આવા નિયમોથી યાસ્મીન વધારે રોષે ભરાઈ હતી અને ભવિષ્યમાં ક્યારેય લગ્ન નહીં કરે તેમ જણાવ્યું હતું.