Face Of Nation 24-06-2022 : ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ આજે એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંગ અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. દ્રૌપદી મુર્મૂની ઉમેદવારી માટે પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, લલન સિંહ, પશુપતિ પારસ, રેણુ દેવી અને તારકિશોર પ્રસાદ સાક્ષી રહ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં મુર્મૂએ સંસદમાં મહાત્મા ગાંધી, ડૉ. આંબેડકર અને બિરસા મુંડાની મૂર્તિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
29મી ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ
29મી જૂન ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ છે. આ પહેલાં દ્રૌપદી મુર્મૂ PM મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી શાહ અને BJP અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોષીના ઘરે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની નોંધણી અને સાક્ષી-સમર્થક તરીકે નોમિનેશન પેપર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
દ્રૌપદીના સમર્થનમાં આવ્યા જનગમોહન રેડ્ડી
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જનગમોહન રેડ્ડીએ ગુરુવારે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરશે. મુખ્યમંત્રી જગનનું માનવું છે કે, દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરવાથી SC, ST, BC અને અલ્પસંખ્યક સમુદાયના પ્રતિનિધિત્વ પર ભાર આપવાની તેમની વિચારધારા અનુરૂપ છે. જગન તેમના વ્યસ્ત શિડ્યુલના કારણે ઉમેદવારી ભરવાના સમયે હાજર રહી શક્યા નહતા. જોકે રાજ્યસભા સાંસદ વિજયસાઈ રેડ્ડી અને લોકસભા સાંસદ મિધુન રેડ્ડી હાજર રહ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).