Home News હનીટ્રેપ : મુસ્કાન પર 49 લૂટાયાં; પ્રેમજાળમાં ફસાવીને એકાંત સ્થળે બોલાવતી, બાદમાં...

હનીટ્રેપ : મુસ્કાન પર 49 લૂટાયાં; પ્રેમજાળમાં ફસાવીને એકાંત સ્થળે બોલાવતી, બાદમાં અભદ્ર વીડિયો બનાવીને રૂપિયા પડાવતી!

Face Of Nation 24-06-2022 : ઉત્તરપ્રદેશનાં સહારનપુરની મુસ્કાન પર 49થી વધુ બિઝનેસમેન, ડોક્ટર અને પ્રોફેશનલ્સને ફસાવીને લાખોની છેતરપિંડી કરવાના આરોપ છે. મુસ્કાને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપને લોકો સુધી પહોંચવાનું માધ્યમ બનાવ્યું છે. પોલીસ અનુસાર 2020 અને 2022માં મુસ્કાન વિરુદ્ધ બે વખત FIR નોંધાઈ છે. હાલ તે જામીન પર જેલની બહાર છે.
ગેંગમાં 6 લોકો સામેલ, 2 યુવતીઓનો સમાવેશ
કાશીના ગોલા ઘાટ રામનગર ભીટીની રહેવાસી મુસ્કાન બે વર્ષ પહેલા સહારનપુર આવી હતી. અહીં આવ્યા પછી તે બ્લેકમેલિંગના ધંધો કરવા લાગી હતી. તેની ગેંગમાં 6 લોકો સામેલ છે. જેમાં 2 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. તે નેટ પરથી મળેલાં નંબરો દ્વારા લોકોને પ્રેમની જાળમાં ફસાવી રહી હતી. તેમનું રેકેટ 4 મહિનામાં સહારનપુરથી શરૂ થઈને મુઝફ્ફરનગર, શામલી, નજીબાબાદ, બિજનૌર, મેરઠ અને મુરાદાબાદ સહિત અનેક શહેરોમાં પહોંચ્યું હતું. પોલીસ રેકોર્ડ મુજબ, અત્યાર સુધીમાં 49થી વધુ લોકો ભોગ બન્યા છે, જેમની પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવ્યા છે.
પ્રોપર્ટી ડીલર જાળમાં ન ફસાયો અને મામલો સામે આવ્યો
25મી નવેમ્બર 2020ના રોજ, મંડીમાં એક પ્રોપર્ટી ડીલર પ્રેમની જાળમાં ફસાયો હતો. તેની પાસે રૂપિયાની માંગણી કરાઈ હતી. જો તે રૂપિયા નહીં આપે તો અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. પ્રોપર્ટી ડીલર તેની જાળમાં ફસાયો નહતો. પોલીસની મીલીભગતથી તેની સામે બળાત્કારનો કેસ કર્યો હતો. ત્યારબાદ ડીલરે પણ યુવતીની સામે રૂપિયાની વસુલાત અને હનીટ્રેપનો કેસ નોંધાવ્યો હતો. જો કે પોલીસે કોર્ટના આદેશ પર યુવતીની ઘરપકડ કરી હતી. 23મી જૂન 2022ના રોજ મુસ્કાનને ધરપકડ બાદ જામીન મળ્યા હતા.
જીમમાં પ્રેમજાળમાં ફસાવ્યો, પછી એકાંતમાં બોલાવ્યો
28મી મે 2022ના રોજ અન્ય પ્રોપર્ટી ડીલરે SSPને ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતુ કે તેમના પુત્રને એક યુવતીએ જીમમાં પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. જે બાદ તેણે રૂપિયાની માંગણી કરી હતી. જો તે રૂપિયા નહીં આપે તો તેનો અશ્લીલ વીડિયો અપલોડ કરવાની ધમકી આપી હતી, જેથી તેમનો પુત્રને ડરી ગયો હતો. પુત્રએ આ સમગ્ર વાત પિતાને જણાવી હતી.
ફોન કરીને મારી પાસે 8 લાખની માગણી કરી
જીમમાં એક યુવતીની સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ પરસ્પર સંપર્ક વધવા લાગ્યો. તેણે મને એકાંત સ્થળે બોલાવ્યો હતો. ત્યાં તેણે મારા અનેક વાંધાજનક સ્થિતિમાં ફોટા પાડી લીધા હતા. ત્યારપછી તેણે ફોન કરીને મારી પાસે 8 લાખ રૂપિયાની માગણી કરી હતી. બાદમાં મે થોડા રૂપિયા આપ્યા પણ હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).