Home Gujarat નવજાત બાળકોનું દિલધડક રેસ્ક્યુ; પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં આગ, જીવ બચાવવા...

નવજાત બાળકોનું દિલધડક રેસ્ક્યુ; પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં આગ, જીવ બચાવવા લોકો ધાબા પર દોડ્યા, હોસ્પિટલમાંથી 13 નવજાત સહિત 60નું રેસ્ક્યુ, જુઓ Video

https://youtu.be/N3KWpTGOOGk

Face Of Nation 25-06-2022 : અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેકસમાં ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી છે. ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કંપનીના સર્વરરૂમમાં આગ લાગતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ છે. કોમ્પલેક્ષમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહીત 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તો બીજીતરફ હાલમાં ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરાઇ છે અને 500 મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત રેસ્ક્યુ કામગીરી માટે 2 લિફ્ટનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.
ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી
શહેરના પરિમલ ગાર્ડન પાસેના કોમ્પલેક્ષના બપોરના સમયે ત્રીજા માળે એક કંપનીના સર્વરરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગેલા કોમ્પલેક્ષમાં જ ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે, એવામાં હાલ બાળકો અને માતાનું હોસ્પિટલમાંથી સ્નોરકેલ દ્વારા નીચે ઉતારી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે.
જીવ બચાવવા લોકો ધાબા પર દોડ્યા
આગના બનાવને પગલે કોમ્પલેક્ષમાં રહેલા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. હાલમાં ફાયરની ટીમ દ્વારા પાણીનો મારી ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત 108 એમ્બ્યુલન્સ પર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
બીજા માળે આગ લાગતા ચોથામાળ સુધી ધુમાડો પહોંચ્યો
ઘટનાના પ્રત્યક્ષદર્શી મનીષભાઈએ જણાવ્યું હતું કે, આ કોમ્પલેક્સમાં અગાઉ પણ આગ લાગી હતી. પરંતુ આજે ખરેખર બીજા માળે આગ લાગી હતી અને એનો ધુમાડો ચોથા માળે આવતા અમે લોકો ધાબા પર જતા રહ્યા હતા. ત્યારે બીજી તરફ નાના બાળકો છે તેમને ફાયરની મદદથી નીચે ઉતારવામાં આવ્યા છે. હાલ તમામને અમારી બીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કોઈપણ જાનહાનિ કે કોઈને પણ અસર થઇ હોય તેવું જાણવા મળ્યું નથી આગ લાગી ત્યારે હું તે જગ્યાએ ઉપરના માળે હાજર હશો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).