Face Of Nation 25-06-2022 : ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો બાદ પીડિતોને ન્યાય અપાવવાના બહાને અલગ અલગ NGOમાં વિદેશી રૂપિયા આવ્યા હતા, જે રૂપિયાનો ઉપયોગ કરવાને બદલે તિસ્તા સેતલવાડે અંગત ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તાની સાથે જોડાયેલા NGOની તપાસ કરી હતી. જેમાં તેણે મોંઘા ચપ્પલ, બેગ અને પોતાની અંગત વસ્તુઓ ખરીદી હતી. ત્યાર બાદ તિસ્તા સેતલવાડે ઝાકિયા જાફરીની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીમાં સહી ખોટી હોવાની શંકાના આધારે ગુજરાત ATSની ટીમ તિસ્તા સેતલવાદના મુંબઈ સ્થિત ઘરે પહોંચી છે, જે વિગત વિશ્વનીય સૂત્રો પાસેથી મળી છે.
હવે કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરાશે
કોવિડ ટેસ્ટ બાદ આર બી શ્રીકુમારની ધરપકડ થશે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, કલમ 120 બી હેઠળ ખોટાં પૂરાવા ઊભા કરવાનો રોલ હોય તેમ લાગે છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હાલ ગુનો દાખલ કરી સમન્સ પાઠવ્યા બાદ પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને પુછપરછ માટે બોલાવ્યા છે. હવે કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.
સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ રવાના
તિસ્તા સેતલવાડ સામે આર.બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે ગુજરાત ATSની 2 ટીમ મુંબઈ પહોંચી હતી. સેતલવાડના નિવાસેથી તેમની અટકાયત કરીને તેમને શાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ત્યારબાદ ATSની ટીમ સેતલવાડને લઈને અમદાવાદ રવાના થઈ છે. તો બીજી ટીમે સેતલવાડના ઘરે તપાસ કરી રહી છે.
રોડ મારફતે તિસ્તાને અમદાવાદ લવાશે
ATSના ડીઆઈજી દીપેન ભદ્રે જણાવ્યું હતું કે, અમે તિસ્તાની ધરપકડ કરી છે, જેને રોડ મારફતે અમદાવાદ લવાશે. એટીએસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તિસ્તા સામે ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં થઈ છે એટલે અમે તેમને સોંપી દઈશું.
તિસ્તા સેતલવાડે એફિડેવિટમાં છેડછાડ કરી હોવાની શંકા
જાણીતા એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની હાલ ગુજરાત પોલીસ દ્વારા પુછપરછ કરવા પહોંચી હતી, મુંબઈમાં આવેલા તિસ્તા સેતલવાડના ઘરે ગુજરાતી એસ.ટી.એસના ત્રણ અધિકારીઓ પણ હતા. તિસ્તા સેતલવાડ દ્વારા એફિડેવિટમાં છેડછાડ કરી હોવાની, તેમજ જાકિયા જાફરી સાથે થયેલી એક અરજીમાં તેણે બોગસ સહી કરી હોવાનું કારણ છે.
ગુજરાત ATSએ મુંબઈ સ્થિત ઘરે જઈ પૂછપરછ કરી
તિસ્તા સેતલવાડ અગાઉ પણ એનજીઓમાં મળેલા ડોનેશનનો દુરુપયોગ કરી ચુકી છે. જેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે. આજે એ.ટી.એસ ગુજરાતના ત્રણ અધિકારી મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં તેની પૂછપરછ કરાઈ હતી. આ અંગે તિસ્તા સેટલવાડનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તેનો ફોન બંધ આવતો હતો.જ્યારે ગુજરાત એટીએસના આધિકારી ફોન ઉપાડયો ન હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat હવે ગુજરાત ATSનું મુંબઈમાં ઓપરેશન તિસ્તા; સુપ્રીમ કોર્ટમાં ઝાકિયા જાફરીની અરજીમાં ફેક...