Home News વિવાદિત નિવેદન બાદ સ્પષ્ટતા : ડાયરેક્ટર રામગોપાલ વર્માએ ફરી વાંધાજનક ટ્વીટ કરી,...

વિવાદિત નિવેદન બાદ સ્પષ્ટતા : ડાયરેક્ટર રામગોપાલ વર્માએ ફરી વાંધાજનક ટ્વીટ કરી, લખ્યું, ‘જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે, તો પાંડવ અને કૌરવ કોણ છે?’

Face Of Nation 25-06-2022 : બોલિવૂડ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા છાશવારે પોતાનાં અળવીતરાં વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ રામ ગોપાલ વર્માએ એનડીએ (National Democratic Alliance)નાં રાષ્ટ્ર્પતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર એક વિવાદસ્પદ ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ બાદ ભાજપના નેતાઓએ હૈદરાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ પોલીસે જણાવ્યું હતું કે, કાનૂની સલાહ બાદ SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ ટ્વીટ બાદ હોબાળો થતા રામગોપાલ વર્માએ સ્પષ્ટતા કરી હતી.
રામ ગોપાલ વર્માને આડે હાથ લીધા
રામ ગોપાલ વર્માએ એનડીએના રાષ્ટ્ર્પતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર ટ્વિટ કરતાં લખ્યું હતું કે, ‘જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવ કોણ છે? અને તેનાથી પણ વધારે જરૂરી એ છે કે કૌરવ કોણ છે?’ આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ જતાં નાગરિકોએ રામ ગોપાલ વર્માને આડે હાથ લીધા છે. તો બીજીતરફ તેલંગણામાં BJPના વરિષ્ઠ નેતા જી. નારાયણ રેડ્ડીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રામ ગોપાલ વર્માએ ટ્વિટર પર NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.
મનોચિકિત્સક દ્વારા તેમની તપાસ કરાવવી જોઈએ
આંધ્ર પ્રદેશ બીજેપી ચીફ સોમુ વીરરાજુએ રામ ગોપાલ વર્માના ટ્વીટની કડક શબ્દોમાં ટીકા કરી કડક કાર્યવાહીની માગ કરી છે. વર્માને જેલમાં મોકલી દેવા જોઈએ અને મનોચિકિત્સક દ્વારા તેમની તપાસ કરાવવી જોઈએ. 22મી જૂને શુક્રવારે ટ્વીટ પર વિવાદ થયા બાદ વર્માએ પણ તેની સ્પષ્ટતા કરી હતી.
રામ ગોપાલ વર્માએ કરી સ્પષ્ટતા
ટ્વિટને લઈને વિવાદ થયા બાદ રામગોપાલ વર્માએ સ્પષ્ટતા કરી છે. રામગોપાલ વર્માએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘આ સંપૂર્ણ ઈમાનદારીથી કહેવામાં આવ્યું છે અને તેનો અન્ય કોઈ હેતુ નથી. મહાભારતમાં દ્રૌપદી મારું પ્રિય પાત્ર છે, પરંતુ નામ ખૂબ જ દુર્લભ હોવાથી મને તેની સાથે જોડાયેલા પાત્રો યાદ આવ્યાં અને મેં આ વાત વ્યક્ત કરી હતી. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી.’ તો અન્ય એક ટ્વીટમાં ભાજપના નેતાઓને આડે હાથ લેતા લખ્યું હતું કે, ‘જ્યારે બધા નેતાઓ એકબીજાની ટાંગ ખેંચવામાં વ્યસ્ત છે, ત્યારે આશ્ચર્યની વાત એ છે કે તેમની પાસે લોકોની સમસ્યાઓને જોવા માટે સમય અને શક્તિ ક્યારે હશે, જે તેમનું પ્રાથમિક કામ છે.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).