Home Politics કર્ણાટક:રાજકીય ડ્રામા યથાવત:કુમારસ્વામીએ કહ્યું-રાજ્યપાલ વિ.અધ્યક્ષને આદેશ ન આપી શકે

કર્ણાટક:રાજકીય ડ્રામા યથાવત:કુમારસ્વામીએ કહ્યું-રાજ્યપાલ વિ.અધ્યક્ષને આદેશ ન આપી શકે

Face Of Nation:કર્ણાટકમાં રાજકીય ડ્રામા હજુ યથાવત જ છે. ફ્લોરટેસ્ટને લઈને એક તરફ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર તો બીજી બાજુ ભાજપના નેતાઓ સત્તા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ત્યારે આ ઘર્ષણમાં કર્ણાટકના રાજ્યપાલ અને કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ પણ મેદાનમાં છે. કારણ કર્ણાટકના રાજ્યપાલ મૂળરૂપથી ભાજપના નેતા છે તો વિધાનસભાના અધ્યક્ષ કેઆર રમેશકુમાર કોંગ્રેસી. કર્ણાટકમાં રાજકીય ડ્રામાનો અંત લાવવા રાજ્યપાલ સ્પીકરને પત્ર લખીને વિશ્વાસ મત પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહે છે. ત્યારે સવાલ થાય કે શું બંધારણમાં કોઈ એવી પ્રક્રિયા છે કે રાજ્યપાલ સ્પીકરને આદેશ આપીને કહી શકે કે કઈ પ્રક્રિયાને ક્યારે પૂરી કરવી.

શુક્રવારે રાજ્યપાલે ફ્લોરટેસ્ટ માટે સમય આપ્યાં: રાજ્યપાલે શુક્રવારે 1-30 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાના આદેશ વિધાનસભા અધ્યક્ષને આપ્યા હતા. પરંતુ અધ્યક્ષે રાજ્યપાલની વાત માની ન હતી અને ચર્ચા યથાવત જ રાખી હતી જે બાદ રાજ્યપાલે શુક્રવારે 6 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. જો કે રાજ્યપાલે 6-30 વાગ્યા સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી હતી અને કર્ણાટકના રાજ્યપાલના આદેશની ફરી અવગણના કરી હતી. તો મુખ્યમંત્રી કુમારસ્વામીએ પણ રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષને આદેશ ન આપી શકે તેવું નિવેદન કર્યું છે.