Home Gujarat 900 રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ; અમદાવાદના બી.જે મેડિકલના રેસિડેન્ટ ડોક્ટરોએ 11 દિવસે પણ...

900 રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ; અમદાવાદના બી.જે મેડિકલના રેસિડેન્ટ ડોક્ટરોએ 11 દિવસે પણ માંગ ન સંતોષાતા હવે સોમનાથ મહાદેવને લખ્યો પત્ર!

Face Of Nation 25-06-2022 : અમદાવાદ શહેરની બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરોની હડતાળ 10 દિવસથી વધુ સમયથી ચાલી રહી છે. જોકે હજુ સુધી ડોક્ટરોની માગણીઓનો કોઈ ઉકેલ ન આવતા હવે તેઓ મહાદેવના શરણે પહોંચ્યા છે. હડતાળ પરના ડોક્ટરોએ સોમનાથ મહાદેવને સંબોધીને પત્ર લખ્યો છે અને પોતાની માંગ પૂરી કરવા આજીજી કરી છે. હકીકતમાં ડોક્ટરો દ્વારા પોતાની માંગને સરકારના કાન સુધી પહોંચાડવા માટે આ પત્ર લખાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
900 રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ
નોંધનીય છે કે, હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં 50 થી 60 ટકા ઓપરેશન રદ કરવાની તંત્રને ફરજ પડી રહી છે. રેસિડેન્ટ ડોકટરોની હડતાળ વિશે જાણ થતાં OPD માં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા પણ ઘટી ગઇ છે. જે દર્દીઓ સિવિલ હોસ્પિટલની OPD માં સારવાર માટે આવે પણ છે તેમને કલાકો સુધી લાઇનમાં બેસી રહેવું પડે છે. 900 રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને કારણે દર્દીઓની સારવાર માટે ઊભી કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા પણ નિષ્ફળ સાબિત થઈ રહી છે.
56 ડોક્ટરોને ક્લિનિકલ પોસ્ટિંગ અપાયુ
હડતાળને કારણે થઈ રહેલી દર્દીઓને પરેશાની મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ નિવેદન આપતા જણાવ્યું કે, દર્દીઓને મુશ્કેલી ના થાય એ માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. નોન ક્લિનિકલ સ્ટાફમાંથી 56 ડોક્ટરોને ક્લિનિકલ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જિલ્લામાંથી 90 મેડિકલ ઓફિસરોને ડેપ્યુટેશન પર ફાળવવામાં આવ્યા છે. 15 એનેસ્થેટિસ્ટ અમને ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 13 ફરજ પર હાજર થઈ ચૂક્યા છે. જે ઓપરેશન રદ્દ કરવા પડતા હતા હવે એવા કેસો ઘટશે.સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. ટુંક જ સમયમાં હડતાળનો અંત આવશે તેવી આશા રાખી રહ્યા છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).