Home Sports ભારત V/s આયર્લેન્ડ : પ્રથમ ટી-20, કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવા બ્રિગેડ...

ભારત V/s આયર્લેન્ડ : પ્રથમ ટી-20, કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવા બ્રિગેડ સજ્જ, આજે રાત્રે 9 વાગ્યે શરૂ થશે મેચ, હેડ કોચ રહેશે VVS લક્ષ્મણ!

Face Of Nation 26-06-2022 : આજે રવિવારે ભારત અને આયરલેન્ડ વચ્ચે પહેલી T20 મેચ ડબલિન ખાતે રમાશે. આ સમયે ભારતીય ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવ્યું છે. ગુજરાત ટાઈટન્સને ડેબ્યૂ સિઝનમાં ટ્રોફી જિતાડ્યા પછી હાર્દિકનું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ખેલાડીની સાથે કેપ્ટન તરીકે પણ શાનદાર કમબેક થયું છે. વળી અત્યારે ઇંગ્લેન્ડ ટૂર માટે ભારતની મુખ્ય ટીમ ત્યાં પ્રેકિ્ટસ મેચ રમી રહી છે, ત્યારે યુવા બિગ્રેડ માટે આ સિરીઝ મહત્ત્વપૂર્ણ રહેશે.
દ.આફ્રિકા સામે જોરદાર કમબેક કર્યું
SAની ટીમ ભારત પ્રવાસે આવી હતી ત્યારે 5 મેચની T20 સિરીઝ રમાઈ હતી. જેમાં 0-2થી ભારતીય ટીમ પાછળ હોવા છતા બેક ટુ બેક મેચ જીતી યુવા બ્રિગેડે 2-2ની બરાબરી કરી લીધી હતી. તેવામાં જોકે છેલ્લી સિરીઝ ડિસાઈડર મેચ વરસાદમાં ધોવાઈ જતા સિરીઝ ડ્રો રહી હતી અને બંને ટીમે ટ્રોફી શેર કરી લીધી હતી.
પિચ કંડિશન અને ટોસ પ્રિડિક્શન
ડબલિનની વિકેટ બોલર્સને મદદરૂપ રહી શકે છે. અહીં પહેલા બેટિંગ કરતી ટીમને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે બીજી ઈનિંગમાં પિચ બેટરને વધુ મદદ કરી શકે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેવામાં ટોસ જીતીને બંને ટીમના કેપ્ટન પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
ઉમરાન મલિકને અહીંથી ડેબ્યૂ કરવાની તક
ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓ અત્યારે ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ મેચ રમી રહ્યા છે. ત્યારે બીજી બાજુ રિષભ પંત પણ ત્યાં હોવાથી કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા કરશે જ્યારે વિકેટકીપિંગ દિનેશ કાર્તિક કરતો જોવા મળી શકે છે. વળી જો બોલિંગની વાત કરીએ તો ઉમરાન મલિકને અહીંથી ડેબ્યૂ કરવાની તક મળશે કે નહીં એ સવાલ ફેન્સના મનમાં હજુ ઘર કરેલો રહેશે. તેથી આ સિરીઝ વધુ રોમાંચક રહી શકે છે. સંભવિત -11 ભારતીય ટીમ : 1. ઈશાન કિશન, 2. ઋતુરાજ ગાયકવાડ, 3. સૂર્યકુમાર યાદવ, 4. રાહુલ ત્રિપાઠી, 5. હાર્દિક પંડ્યા (કેપ્ટન), 6. દિનેશ કાર્તિક (વિકેટ કીપર), 7. અક્ષર પટેલ, 8. હર્ષલ પટેલ, 9. ભુવનેશ્વર કુમાર, 10. યુઝવેન્દ્ર ચહલ, 11. આવેશ ખાન (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).