Home Gujarat મિની વાવાઝોડું : અમદાવાદના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદથી ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી અને...

મિની વાવાઝોડું : અમદાવાદના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદથી ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી અને તોફાની પવનમાં લોકો ફસાયા, જુઓ Video

https://youtu.be/MznqBsouZiE

Face Of Nation 26-06-2022 : અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે આજે સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરના મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા બે દિવસથી શહેરમાં ગરમીનો પ્રમાણ વધ્યું હતું, એવામાં બફારો વધતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા.
તોફાની પવનમાં અમદાવાદીઓ ફસાયા
જોકે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘણા લોકો ભિંજાવા માટે નીકળી ગયા હતા. તોફાની પવન સાથે વરસાદને પગલે શહેરમાં ઘણી જગ્યાએ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત ક્યાંક પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. ઉપરાંત બોડકદેવ સહિતના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડવાનો બનાવ બન્યો હતો. રાયપુર દરવાજા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દિશાસુચક બોર્ડ ધરાશાયી થઈ ગયું હતું.
ભારે પવનને કારણે સોલાર પેનલ ઉડીને નીચે પડી
બીજી તરફ રાજકોટમાં પણ આજે બપોરે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના પ્રચંડ ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકાથી ઊંચી બિલ્ડીંગો પણ ધ્રુજી ઉઠી હોય તેવો અનુભવ લોકોએ કર્યો હતો. તેમજ શહેરની શિવધારા સોસાયટીમાં છત પરથી ભારે પવનને કારણે સોલાર પેનલ ઉડીને નીચે પડી હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ પહોચી નથી. જોકે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).