Home News મહારાષ્ટ્રનું રાજકારણ: આવતીકાલે સાંજે 6 વાગે CM ઉદ્ધવ ઠાકરેની રેલી; શિંદે સાથે...

મહારાષ્ટ્રનું રાજકારણ: આવતીકાલે સાંજે 6 વાગે CM ઉદ્ધવ ઠાકરેની રેલી; શિંદે સાથે ગયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કેન્દ્રે “Y પ્લસ” આપી સુરક્ષા!

Face Of Nation 26-06-2022 : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોમવારે સાંજે 6 વાગ્યે એક રેલી કાઢશે. આ દરમિયાન તેઓ સ્પીચ પણ આપશે. આ વચ્ચે મહારાષ્ટ્રનું રાજકારણ સંકટ બે નિવેદનને કારણે વધુ ગરમાયું છે. તો બીજીતરફ પહેલું નિવેદન સંજય રાઉતનું છે. જેમને કહ્યું કે ગુવાહાટીથી હવે 40 ધારાસભ્યોના શબ મુંબઈ આવશે, જેને પોસ્ટમોર્ટમ માટે વિધાનસભા મોકલીશું. આ નિવેદન દરમિયાન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રના DGP અને મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે ધારાસભ્યોને યોગ્ય સુરક્ષા આપવામાં આવે. બીજું નિવેદન આદિત્ય ઠાકરેનું છે. જેમને મહારાષ્ટ્ર સરકારને લઈને ખુલાસો કર્યો છે. કહ્યું કે એકનાથ શિંદેને 30 મેનાં રોજ મુખ્યમંત્રી બનવાની ઓફર ઉદ્ધવજી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેમને આ ઓફર બાદ પણ બળવો કર્યો. તો બીજીતરફ એકનાથ શિંદે સાથે ગયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કેન્દ્ર સરકારે Y પ્લસ સુરક્ષા આપી છે. હવે તેમને CRPFની સિક્યોરિટી આપવામાં આવશે. આ ધારાસભ્યોના ઘરો પર પણ CRPF તૈનાત કરી દેવાઈ છે. ધારાસભ્યોના ઘરો અને ઓફિસ પર શિવસૈનિકોના હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિંદેના પોસ્ટરમાંથી બાળાસાહેબ ઠાકરે ગાયબ
એકનાથ શિંદેના પોસ્ટરમાંથી 10 દિવસની અંદર બાળાસાહેબ ઠાકરે ગાયબ થઈ ગયા છે. 16મી જૂને સોશિયલ મીડિયા પર શિંદેએ એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં બાળાસાહેબ ઠાકરે, ઉદ્ધવ અને આદિત્ય જોવા મળી રહ્યાં હતા. તો રવિવારે શિંદેએ જે પોસ્ટર શેર કર્યું છે તેમાં ઉદ્ધવ-આદિત્યની સાથે બાળાસાહેબ ઠાકરે પણ ગાયબ છે.
બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટમાં જશે
મહારાષ્ટ્રનો રાજકીય સંઘર્ષ હવે કાયદાકીય આંટીઘુંટીમાં ફસાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. 16 બળવાખોર ધારાસભ્યો મળેલી નોટિસ સામે તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે. બળવાખોર ધારાસભ્યો શિવસેના ધારાસભ્ય દળના નવા નેતાના નિર્ણયને પણ કોર્ટમાં પડકારશે.
રાઉતે બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું
રવિવારે મહારાષ્ટ્રમાં રાજકીય સંઘર્ષનો છઠ્ઠો દિવસ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે સવારે ટ્વીટ કરીને શિંદે અને બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું હતુ. રાઉતે કહ્યું- ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાઈને રહેશો, તમારે ચોપાટી તો આવવું જ પડશે. રાઉતે સામનામાં લખેલા એક લેખમાં કહ્યું છે કે, શિંદે અને 40 ધારાસભ્યોનો બળવો કરવાનો અર્થ ભૂકંપ નથી. આવા અનેક ભૂકંપના ઝટકાઓ બાદ પણ શિવસેનાનું અસ્તિત્વ અકબંધ રહ્યું છે. આ દરમિયાન, શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે આજે બપોરે 12 વાગ્યે સમર્થક ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બળવાખોર ધારાસભ્યો 22મી જૂનથી ગુવાહાટીની હોટેલ રેડિસન બ્લૂમાં રોકાયા છે. આ સાથે જ જાણવા મળ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હી પહોંચી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).