Face Of Nation 28-06-2022 : વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ અષાઢી સુદ બીજના રોજ લોકોને સામેથી દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. દેશમાં જગન્નાથપુરી અને અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા યોજાય છે. અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથનું 400થી વર્ષ જૂનું મંદિર આવેલું છે. ભગવાન જગન્નાથના મંદિરે જે કોઈપણ જાય તેમને માત્ર માલપૂઆ અને ગાંઠિયાનો જ પ્રસાદ આપવામાં આવે છે. ભગવાન જગન્નાથના મંદિરે શા માટે માત્ર માલપૂઆનો પ્રસાદ આપવામાં આવે છે એ અને કઈ રીતે કઈ રીતે એ બનાવવામાં આવે છે.
રોજ સાતથી આઠ મણ લોટનો બને છે પ્રસાદ
આ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે વર્ષોથી ભગવાન જગન્નાથને બાલભોગમાં માલપૂઆનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ભગવાનને સૌથી વધુ માલપૂઆ પ્રિય છે. જગન્નાથપુરીમાં પણ આ જ પ્રસાદ ધરાવવામાં આવે છે અને અહીં જગન્નાથ મંદિરમાં પણ વર્ષોથી માલપૂઆનો પ્રસાદ લોકોને આપવામાં આવે છે. દરરોજ સરેરાશ સાતથી આઠ મણ જેટલા લોટનો પ્રસાદ બને છે, પરંતુ જ્યારે રથયાત્રા અથવા જન્માષ્ટમી જેવો તહેવાર હોય છે ત્યારે વધારે પ્રસાદ બનાવવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).