https://youtu.be/fRIbbvlZMn0
Face Of Nation 28-06-2022 : મુંબઈમાં ONGCના હેલિકોપ્ટરમાં મંગળવારે ટેકનિકલ ખામીને કારણે અરબ સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. પવન હંસ કંપનીના આ હેલિકોપ્ટરમાં બે પાયલટ સહિત 9 લોકો સવાર હતા. દુર્ઘટનામાં 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે 4 લોકોનાં મોત નિપજ્યા છે. દુર્ઘટના મુંબઈથી 50 નોટિકલ માઈલ દૂર અરબ સાગરમાં થયો છે.
પવનહંસના હેલિકોપ્ટર્સ દુર્ઘટના માટે બદનામ
પવનહંસ હેલિકોપ્ટર્સનો સેફ્ટી રેકોર્ડ સારો નથી. લગભગ સાડા ત્રણ દશકાથી સર્વિસ આપી રહેલા પવનહંસના હેલિકોપ્ટર્સ દુર્ઘટનાઓને કારણે બદનામ છે. લાંબા સમયથી તેના ચોપર્સમાં એન્જિનની સમસ્યા, ઓઈલ લીકેજ અને સેન્સરની મુશ્કેલીઓ જોવા મળે છે. આ કંપનીના હેલિકોપ્ટર્સ સાથે જોડાયેલી અત્યાર સુધીમાં 20 દુર્ઘટનાઓ થઈ ગઈ છે, જેમાં 91 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ લોકોમાં 60 યાત્રિકો ઉપરાંત 27 પાયલટ અને 4 ક્રૂ મેમ્બર સામેલ છે.
ફ્લોટર્સના સહારે થોડો સમય તરતું રહ્યું ચોપર
દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ પછી તેમાં લાગેલા ફ્લોટર્સની મદદથી થોડો સમય ડૂબ્યું ન હતું. ચોપર ડૂબે તે પહેલાં જ નેવીના હેલિકોપ્ટરે તમામ 9 લોકોને બહાર કાઢ્યા. રેસ્ક્યૂ કરવામાં આવેલા 9 લોકોમાંથી 4 લોકો બેભાન હતા. જેમને સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).