Home Gujarat દ્વારકામાં અમાસની ભરતી; ગોમતીઘાટ પર 10 ફૂટ ઊંચા મોજા ઊછળ્યા, પ્રવાસીઓ જોખમી...

દ્વારકામાં અમાસની ભરતી; ગોમતીઘાટ પર 10 ફૂટ ઊંચા મોજા ઊછળ્યા, પ્રવાસીઓ જોખમી રીતે સ્નાન કરતા જોવા મળ્યા, જુઓ Video

https://youtu.be/SW2J7d7nook

Face Of Nation 29-06-2022 : આજે અમાસના દિવસે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ પર દસ ફૂટ ઊંચા મોજા ઊછળ્યા હતા. તેમ છતાં કેટલાક શ્રદ્ધાળુઓ ગોમતીજીમાં જોખમી રીતે સ્નાન કરતા જોવા મળ્યા હતા. તો બીજીતરફ સામાન્ય રીતે દરિયામાં પૂનમ અને અમાસની ભરતી સમયે ભારે કરંટ જોવા મળતો હોય. ચોમાસા આમ પણ સામાન્ય દિવસો કરતા વધુ કરંટ જોવા મળતો હોય છે. આજે અમાસના દિવસે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ પર દસ ફૂટ ઊંચા મોજા ઊછળ્યા હતા. દરિયામાં કરંટ હોવા છતા અને ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતા કેટલાક પ્રવાસીઓ જોખમી રીતે સ્નાન કરતા જોવા મળ્યા હતા.
ગોમતી ઘાટ પર અદભુત દૃશ્યો જોવા મળ્યા
સામાન્ય રીતે ગોમતીઘાટના પગથિયાની નીચે જ પાણી રહેતું હોય છે. પરંતુ, આજે અમાસની ભરતીના કારણે ઊંચા મોજા ઉછળતા ગોમતીઘાટ ઉપર મોજા ઊછળીને આવતા જોવા મળ્યા હતા. લોકો ઘાટ પર બેસી મોજાની થપાટોની મજા માણતા દેખાયા હતા. દેશભરમાંથી પ્રવાસીઓ દ્વારકામાં કાળિયા ઠાકોરના દર્શન માટે આવતા હોય છે. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ગોમતીજીમાં સ્નાન કરતા હોય છે. ક્યારેક અકસ્માત પણ સર્જાતા હોય છે. ત્યારે અહીં કાયમી માટે રેસ્ક્યુ ટીમની વ્યવસ્થા કરવાની માગ કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).