Home News આયર્લેન્ડમાં ચહલની પત્ની ધનશ્રીની બોલિવૂડ સ્ટાઈલ; ગોવિંદાના સોન્ગ પર માર્યા ઠુમકા, ધનશ્રીએ...

આયર્લેન્ડમાં ચહલની પત્ની ધનશ્રીની બોલિવૂડ સ્ટાઈલ; ગોવિંદાના સોન્ગ પર માર્યા ઠુમકા, ધનશ્રીએ કહ્યું -ફૂલો-હવામાને મને આ કરવા માટે મજબૂર કરી!

Face Of Nation 29-06-2022 : ભારતીય ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા તાજેતરમાં આયર્લેન્ડમાં છે, જ્યાં એક દિવસ પહેલા જ ભારત-આયરલેન્ડ T20 સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે. તેની આકર્ષક કોરિયોગ્રાફી સાથે ડાન્સ વીડિયો બનાવવા માટે જાણીતી ધનશ્રીએ આયર્લેન્ડની શેરીઓમાં એક ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી છે. તેને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ યૂઝર્સ જોઈ ચૂક્યા છે. યુઝવેન્દ્ર ચહલની પત્ની ગોવિંદાના ગીત ‘તુ મેરા તુ મેરા હીરો નંબર-1’ પર ડાન્સ કરતી જોવા મળે છે. ધનશ્રીએ આ વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. ધનશ્રી સફેદ ટ્રાઉઝર અને શોર્ટમાં જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘ફૂલો અને હવામાને મને આ કરવા માટે મજબૂર કરી છે.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).