Home Gujarat રથયાત્રામાં “પહિંદ વિધિ” કોણ કરશે?; રાજ્ય સરકાર જે નામ કહેશે તેની પર...

રથયાત્રામાં “પહિંદ વિધિ” કોણ કરશે?; રાજ્ય સરકાર જે નામ કહેશે તેની પર ચર્ચા કરી જાહેર કરીશું : ટ્રસ્ટી, CM બાદ પૂર્ણેશ મોદી કોરોના આવ્યાં પોઝિટિવ!

Face Of Nation 30-06-2022 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાનાં હળવાં લક્ષણો જણાતાં તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જોકે તેમની તબિયત સ્થિર છે અને હાલ સેલ્ફ આઇસોલેશનમાં છે. મુખ્યમંત્રીને કોરોના થતાં શુક્રવારે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા પૂર્વેની પહિંદ વિધિ કોણ કરશે તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ચર્ચા કરીને નામ જાહેર કરવામાં આવશે
આ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જે પણ નામ કહેશે તેની પર ચર્ચા કરીને નામ જાહેર કરવામાં આવશે. હજુ સુધી રાજ્ય સરકાર તરફથી પહિંદ વિધિ માટે કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી, પણ ગુરુવાર સુધીમાં આ અંગે નિર્ણય લેવાશે.
મુખ્યમંત્રી કોરોના થયો હોવાથી હાજર નહિ રહી શકે
શુક્રવારે અમદાવાદ શહેરમાં યોજાનારી રથયાત્રામાં પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પહેલાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરતા હોય છે, પણ ભૂપેન્દ્ર પટેલ કોરોના થયો હોવાથી હાજર નહિ રહી શકે. સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર જનતાના પ્રતિનિધિઓ, સરકારના વિવિધ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી.
તમામ અધિકારીઓએ પણ આઇસોલેશનમાં
તાજેતરની એક બેઠકમાં તેમણે પોતાના તમામ કાર્યક્રમો અચાનક રદ કર્યા હતા, જેમાં યોજાયેલી કેબિનેટ બેઠકનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયના તમામ અધિકારીઓએ પણ આઇસોલેશનમાં જવાનું મુનાસિબ માન્યું છે. ભૂપેન્દ્ર પટેલ છેલ્લા કેટલાક દિવસોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ગયા હતા અને નાનાં બાળકોના સંપર્કમાં પણ આવ્યા હતા. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને પણ મળ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).