Home News રાજકારણમાં એક નવો જ ટ્વિસ્ટ : આજે માત્ર શિંદે જ લેશે મુખ્યમંત્રી...

રાજકારણમાં એક નવો જ ટ્વિસ્ટ : આજે માત્ર શિંદે જ લેશે મુખ્યમંત્રી પદના શપથ, ફડણવીસે કહ્યું- હિન્દુત્વ માટે આપ્યું સમર્થન, સાંજે 7.30 વાગે શપથ!

Face Of Nation 30-06-2022 : મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે આજે સાંજે 7.30 લાગે શપથ લેવાના છે. બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે આ વિશે જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી છે કે, આજે સાંજે 7.30 વાગે એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લેવાના છે. દેવેન્દ્ર ફડણવીસની આ એક જાહેરાતથી મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો જ ટ્વિસ્ટ આવ્યો છે. તો બીજીતરફ મહારાષ્ટ્રના રાજકિય ડ્રામાની વાત કરીએ તો છેલ્લાં કેટલાક દિવસોથી મહાવિકાસ અધાડી સરકારને પાડવાની આશંકા કરવામાં આવતી હતી. આમ તો ઉદ્ધવ ઠાકરેએ બુધવારે જ રાજીનામું આપી દીધું છે, પરંતુ તેમની સરકાર તો થોડા દિવસ પહેલેથી જ અલ્પમતમાં આવી ગઈ હતી.
શિવસેનાએ કોંગ્રેસ-NCP સાથે મળીને સરકાર બનાવી
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જનતાએ મહાવિકાસ અધાડીને બહુમત નથી આપ્યો. ચૂંટણી પછી બીજેપી જ સૌથી મોટી પાર્ટી હતી. બીજેપી-શિવસેનાએ ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી. તે માટે શિવસેનાએ બાળા સાહેબના વિચારોને પણ સાઈડમાં મુકી દીધા.
સરકારના બે મંત્રી જેલમાં છે : ફડણવીસ
ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું કે, સરકારના બે મંત્રી જેલમાં છે. આ પહેલાં આવું કદી નથી થયું. બાળા સાહેબે હંમેશા દાઉદનો વિરોધ કર્યો છે પરંતુ ઉદ્ધવ સરકારનો એક મંત્રી દાઉદ સાથે જોડાયેલો છે. જેલમાં ગયા પછી પણ તેને મંત્રી પદ પરથી હટાવવામાં નથી આવ્યો. આ બાળા સાહેબનું અપમાન છે. ફડણવીસે આરોપ લગાવ્યો કે, ઉદ્ધવ સરકારે છેલ્લી ઘડીએ સંભાજી નગર નામ કર્યું.
બીજેપી સાથે અમારું નેચરલ ગઠબંધન હતું
આ દરમિયાન એકનાથ શિંદેએ જણાવ્યું કે, અમે મહારાષ્ટ્રના વિકાસ માટે સાથે આવ્યા છીએ. અમને લોકોને મહાવિકાસ અધાડી સરકારમાં કામ કરવામાં તકલીફ થતી હતી. આ વિશે અમે ઉદ્ધવ ઠાકરેને જાણ કરી હતી. અમે અમારી વાત સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. બીજેપી સાથે અમારું નેચરલ ગઠબંધન હતું. અમે લોકો બાળા સાહેબના વિચારોને લઈને સરકાર તરફથી હિન્દુત્વનો નિર્ણય લીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).