Home Gujarat પ્રધાનમંત્રીએ મગ, જાંબુ, કેરીનો પ્રસાદ મોકલાવ્યો; મોદી CM હતા ત્યારની પરંપરા આજે...

પ્રધાનમંત્રીએ મગ, જાંબુ, કેરીનો પ્રસાદ મોકલાવ્યો; મોદી CM હતા ત્યારની પરંપરા આજે પણ જાળવી રાખી, દિલ્હીથી જગન્નાથ મંદિર પ્રસાદ મોકલ્યો!

Face Of Nation 30-06-2022 : આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવેલો પ્રસાદ જમાલપુર જગન્નાથ મંદિરમાં લાવવામાં આવ્યો છે. તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારથી તેઓ દર વર્ષે પરંપરાગત રીતે મંદિરમાં પ્રસાદ મોકલાવે છે. આ પરંપરાત તેઓ દિલ્હી ગયા બાદ પણ જાળવી રાખી છે.
ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોકલવેલો પ્રસાદ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ મંદિર આવ્યા હતા. અગાઉ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ જગન્નાથ મંદિરે રથયાત્રાના અગાઉના દિવસે પ્રસાદ મોકલાવતા હતા. તે પ્રમાણે જ આજે તેમણે મગ, જાંબુ, કેરીનો પ્રસાદ મોકલાવ્યો છે. પ્રસાદ આવતા જ ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).