Home News અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યો “આર્મી કેમ્પ”; મણિપુરમાં સેનાના 30થી 40...

અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યો “આર્મી કેમ્પ”; મણિપુરમાં સેનાના 30થી 40 સૈનિકો માટીમાં દટાયાં, 7ના મોત, જુઓ Video

https://youtu.be/tLOtA8czmhg

Face Of Nation 30-06-2022 : મણિપુરમાં કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે રાત્રે નોની જિલ્લાનાં તુપુલ રેલ્વે સ્ટેશન નજીક107 ટેરિટોરિયલ આર્મી કેમ્પ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટના પછી ડઝનબંધ સૈનિકો માટીમાં દટાઈ ગયા હતા. તો બીજીતરફ અત્યાર સુધીમાં 7 જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 13 જવાનોને બચાવી લેવામાં આવ્યા છે. હજી પણ 30-40 થી વધુ જવાનો માટીમાં દબાયેલા છે. આ અંગે મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઘાયલોની મદદ માટે ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
સેનાના હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચ્યાં
ઘાયલોને સારવાર માટે નોની આર્મી મેડિકલ યુનિટમાં લાવવામાં આવ્યા છે. ભૂસ્ખલનને કારણે ઈજાઈ નદીના વહેણને અસર થઈ છે. આ નદી તામેંગલોંગ અને નોની જિલ્લામાંથી વહે છે. કેટલાક નાગરિકો પણકાટમાળ નીચે દટાયા હોવાની પણ આશંકા છે. તો બીજીતરફ ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સેનાના હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
નીચાણવાળા વિસ્તારોમાં વધુ વિનાશ થઈ શકે છે
જિલ્લા વહીવટીતંત્રે નજીકના ગ્રામજનોને સાવચેતી રાખવા અને વહેલામાં વહેલી તકે સ્થળાંતર કરવાની સલાહ આપી છે. કાટમાળના કારણે ઈજાઈ નદી બ્લોક થઈ ગઈ છે. જેના કારણે એક જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે ડેમ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો તે તૂટે તો નીચાણવાળા વિસ્તારોમાં વધુ વિનાશ થઈ શકે છે.
10 દિવસમાં અત્યાર સુધીમાં લગભગ 135ના મોત
આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં 10 દિવસમાં અત્યાર સુધીમાં લગભગ 135 લોકોના મોત થયા છે. જ્યારે લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર અને સિક્કિમમાં વધુ વરસાદની શક્યતા છે.
દુર્ઘટનાં બાદ મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી
ઘાયલોનું રેસ્ક્યુ મિશન ચાલી રહ્યું છે, જો કે ખરાબ હવામાનને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂસ્ખલનના કાટમાળને કારણે ઇઝાઇ નદી બ્લોક થઈ ગઈ છે. જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં વિનાશનું જોખમ વધુ વધી ગયું છે. મુખ્યમંત્રી બિરેન સિંહે ઈમરજન્સી બેઠક બોલાવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).