Home Gujarat કોરોના વકર્યો ગુજરાતમાં; 30 દિવસમાં કુલ 6,828 નોંધાયા કેસ, 547 નવા કેસ...

કોરોના વકર્યો ગુજરાતમાં; 30 દિવસમાં કુલ 6,828 નોંધાયા કેસ, 547 નવા કેસ સામે 419 દર્દીઓ થયા સાજા, સૌથી વધુ 227 નવા કેસ અમદાવાદમાં!

Face Of Nation 30-06-2022 : ગુજરાતમાં કોરોનાના કેસો ફરી એકવાર રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 547 નવા કેસ નોંધાયા છે. જ્યારે 419 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો 3 હજારને પાર થયો છે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.86 ટકા થયો છે. તો સતત 15મા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે. તો રાજ્યમાં અત્યાર સુધી 30 દિવસમાં કુલ 6828 કેસ નોંધાયા છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 32 હજાર 30ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 18 હજાર 42 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3042 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 3037 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).